ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે આવેલ નબીપુર સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ ખાતે ગતરોજ નબીપુર ગામના એક NRI દ્વારરા નિશુલ્ક નેત્રરોગ નિદાન શિબિર યોજાઇ હતી. જેની સફળતાના ભાગરૂપે ભરૂચ જિલ્લાના પાટવી ગુજરાત ન્યુઝ ચેનલ દ્વારા દાનવીર NRI દરબરભાઈ વાદીવાળા, હોસ્પિટલ પ્રમુખ અને ટ્રસ્ટીઓ હાફેજ મહમદ ડેમાં, અહમદભાઈ લાંબા અને હોસ્પિટલ ઓફિસ ઇન્ચાર્જ અલીભાઈ કડુજીનું શાલ ઓઢાડી સન્માન પત્રક આપી સન્માન કરાયું હતું.
સાથોસાથ નબીપુરના પત્રકાર સલીમભાઈ કડુજીનું પણ પોતાની પત્રકાર ક્ષેત્રે સક્રિય રહેવા બદલ તેઓનું પણ સન્માન કરાયું હતું. આ પ્રસંગે પાટવી ગુજરાતના તંત્રી રાજ યુસુફભાઈ તેમની ટીમ સાથે ઉપસ્થિત રહયા હતા જેમાં રિપોર્ટર મહેશભાઈ પઢીયાર, કેમેરામેન ઇકરામ ખલીફા અને માહિર રાઠોડ ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે તંત્રી રાજ યુસુફભાઈએ દાનવીર દરબાર ભાઈને ભવિષ્યમાં જિલ્લામાં સમૂહ લગ્નો અને આવા બીજા કેમ્પો માં પોતાનો સહયોગ મળે તેવી અપેક્ષા સેવી હતી. હોસ્પિટલના પ્રમુખે આ સન્માન કરવા બદલ પાટવી ગુજરાત ન્યુઝ ચેનલનો આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં પણ હોસ્પિટલ દ્વારા આવા નિશુલ્ક નિદાન શિબિરોનું આયોજન થતું રહેશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
યાકુબ પટેલ, પાલેજ
ભરૂચના પાટવી ગુજરાત ન્યુઝ ચેનલ દ્વારા સન્માન કાર્યક્રમ યોજાયો.
Advertisement