ભરૂચના પાલેજ વિસ્તારમાંથી ગાંજાનો વિપુલ જથ્થો 10 કિલો 080 ગ્રામ રૂપિયા ૧ લાખથી વધુનો મુદ્દામાલ સાથે એક ઇસમને એસઓજી પોલીસે ઝડપી પાડયો છે.
મળતી વિગતો અનુસાર ભરૂચ જિલ્લામાં નશાયુક્ત પદાર્થનું વેચાણ કે હેરાફેરી કરતા શખ્સો પર રોક લગાવવા માટે એસ.ઓ.જી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળેલ કે હોટેલ સિટી પોઇન્ટની બાજુના રોડ ઉપર એક શખ્સ ગાંજાની હેરફેર કે વેચાણ કરતો હોય જે બાતમીના આધારે પોલીસે તપાસ કરતાં મોહમ્મદ શાહિલ મોયુદ્દીન રહેઠાણ શાહપુર અમદાવાદની તલાશી લેતા પોલીસે 10 કિલો 080 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડયો છે. તેની અંગજડતી દરમિયાન મળેલ મોબાઈલ રોકડ રકમ સહિત કુલ રૂ.1,03,710 નો મુદ્દામાલ એસ.ઓ.જી પોલીસે જપ્ત કરી આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
Advertisement