Proud of Gujarat
FeaturedGujaratINDIA

નબીપુર સાર્વજનિક હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે આંખોનો નિદાન કેમ્પ યોજાશે.

Share

ભરૂચના નબીપુરમાં સાર્વજનિક હોસ્પિટલ ખાતે તારીખ 15-5-2019 ના રોજ સવારે આઠ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધીમાં વિનામૂલ્યે આંખોનો કેમ્પ રાખવામાં આવ્યો છે જેમાં આંખની તકલીફ હોય, આંખ ચોંટતી હોય, આંખ લાલ રહેતી હોય, આંખમાંથી વારંવાર પાણી ટપકતું હોય કે આંખમાં ખંજવાળ આવતી હોય વગેરે તકલીફોનું ડોક્ટરો દ્વારા વિનામૂલ્યે ચેકઅપ કરી આપવામાં આવશે જેનો કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહીં. મોતિયો ચંદન જેવા ઓપરેશનનો પણ નિશુલ્ક કરી આપવામાં આવશે. ઓપરેશન પછી દવા અને ચશ્મા પણ વિનામૂલ્યે દર્દીઓને આપવામાં આવશે તેમજ આંખના નંબર તપાસી મર્યાદિત ચશ્મા પણ દર્દીઓને નિશુલ્ક આપવામાં આવશે તો સર્વે જરૂરિયાત મંદ દર્દીઓએ આ કેમ્પનો લાભ લેવા અનુરોધ કર્યો છે.

Advertisement

Share

Related posts

વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે આજરોજ શિક્ષક સંઘ દ્વારા પોતાના પડતર પ્રશ્નોને લઇને નાયબ મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

અંકલેશ્વરના માંડવા ખાતેથી પાસ પરમિટ વગરના વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી પાડતી બી ડિવીઝન પોલીસ

ProudOfGujarat

ભરૂચમાં મોહરમ પર્વ નિમિત્તે રસ્તાઓનાં પેચવર્ક સહિતની કામગીરી કરવા માટે નગરપાલિકાને કરાઇ રજૂઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!