ભરૂચના નવચોકી વિસ્તારમાં અવારનવાર ગટરોના પાણી ઉભરાય છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની નક્કર કામગીરી ન કરવામાં આવતા આ વિસ્તારના રહેવાસીઓએ મીડિયા સમક્ષ પોતાની હૈયાવરાળ ઠાલવી હતી.
દાંડી યાત્રા સમયે આ વિસ્તારમાં ગટર બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ કોઈપણ પ્રકારની ચોક્કસપણે આ કામગીરી પૂર્ણ કરવામાં ન આવતા અહીંથી પસાર થતી ગટરની લાઈનો ખુલ્લી હોય, તૂટેલી હોય ગટરનું પાણી ઉભરાયને બહાર આવે છે. આ વિસ્તારના રહેવાસીઓની માંગણી છે કે અહીં નગરપાલિકા દ્વારા યોગ્ય રીતે ફરીથી ગટર બનાવી આપવામાં આવે, ગટરના ઉભરાતા ગંદા પાણીના કારણે અહીંથી પસાર થતી બોર્ લાઈનોમાં પણ ગંદુ અને વાસ યુક્ત પાણી આવવાની ફરિયાદો અહીંના સ્થાનિકો એ કરી છે. અત્રે નોંધનીય છે કે ભરૂચના જૂના વિસ્તારોમાં અનેક જગ્યાએ આ પ્રકારની સમસ્યાથી લોકો પીડાઇ રહ્યા છે પરંતુ જાડી ચામડીના ભરૂચ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા અહીંના સ્થાનિકોની માંગ સંતોષવામાં નથી આવતી જેના લીધે અવારનવાર આ પ્રકારની પ્રાથમિક જરૂરિયાતો પણ સરકાર પૂરી કરી શકતી ન હોય તેવુ લોકમુખે ચર્ચાઇ છે. આજે ભરૂચના નવાચોકી વિસ્તારના રહેવાસીઓએ મીડિયા સમક્ષ પોતાની આપવીતી ઠાલવી હતી.
ભરૂચનાં નવચોકી વિસ્તારમાં ઉભરાતી ગટરની કામગીરી કરવા રહીશોની માંગ.
Advertisement