Proud of Gujarat
FeaturedGujaratINDIA

જી.વી.કે ઈ.એમ.આર.આઈ 108 ઇમરજન્સી સેવા ભરૂચ દ્વારા આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની ઉજવણી કરાઇ.

Share

આજરોજ તારીખ 12 મે આખા વિશ્વમાં આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તેના ભાગરૂપે આજરોજ ભરૂચ ૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સ્ટાફ નર્સ તેમજ ૧૦૮ ઈમરજન્સી સેવામાં કામ કરતા ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન સાથે મળીને કેક કટિંગ કરી એકબીજાનું મોઢું મીઠું કરાવી આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની ઉજવણી કરવામાં આવી એ પણ બાબત નોંધનીય છે કે કોઈ પણ કપરી પરિસ્થિતિમાં લોકોની સાથે ઉભા રહી લોકોની સેવા કરવી લોકોને સાંત્વના આપવી તેમજ સારી સારવાર આપી જીવ બચાવવાનું કામ જે સારી રીતે નિભાવે છે તે તમામ બહેનોને ૧૦૮ ઇમરજન્સી સેવા ભરૂચ દ્વારા બિરદાવવામાં આવ્યા હતા.

તેમજ ૧૦૮ ઈમરજન્સી સેવામાં કામ કરતા ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન કે જેઓ દિવસ-રાત જોયા વગર લોકોનો જીવ બચાવવા માટે ખડે પગે ઊભા રહે છે તેમને પણ આ પ્રસંગે બિરદાવી ભવિષ્યમાં સારી કામગીરી કરી વધુમાં વધુ લોકોના જીવ બચાવે તેવું પ્રોત્સાહન ભરૂચ સિવિલ હોસ્પિટલના સી ડી એમઓ ડોક્ટર જે ડી પરમાર સાહેબ તેમજ આર.એમ.ઓ ડોક્ટર વી.બી.ઉપાધ્યાય સાહેબ એ પુરુ પાડ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ભરૂચ ૧૦૮ ઇમરજન્સી સેવાના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર તેમજ ભરૂચ 108 ઈમરજન્સી સેવાના જિલ્લા સુપરવાઇઝર ઇરફાનભાઇ એ કર્યું હતું.

Advertisement

Share

Related posts

દહેજથી ચાર પરપ્રાંતિય મજૂરો પગપાળા ઝારખંડ જવા નીકળી પડયા હતા.

ProudOfGujarat

દેશભરના વિવિધ રાજયોમાંથી NCCના અંદાજે ૧૦૦૦ જેટલા છાત્રો ભાગ લશે.

ProudOfGujarat

દિવ સાઉદવાડી ખાતે સરકાર દ્વારા ફેન્સીંગ મારવામાં આવતા ખેડૂતો અને પ્રશાશન વચ્ચે હોબાળો…..!!!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!