Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરના શિક્ષકે પોતાની કલાકૃતિથી મોરારી બાપુની આબેહૂબ છબી બનાવી.

Share

પ્રાતઃસ્મરણીય અને પરમ પૂજ્ય મોરારીબાપુ ચિત્રકુટધામ તલગાજરડા, તાલુકો- મહુવા, જીલ્લો- ભાવનગર ખાતે અંકલેશ્વરના શિક્ષકે પોતાની કલાકૃતિ રજુ કરી. બ્લોક અંકલેશ્વરના બી.આર.સી કૉ ઓર્ડીનેટર આમીનબેન પઠાણ દ્વારા મોરારીબાપુના સદગુણો દર્શાવતી પોતાની કાવ્યકૃતિ અર્પણ કરી મોરારીબાપુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. નાસેહાબેન પઠાણ દ્વારા તેમના દાદા પરમ પૂજ્ય સતતાર શાહ ભગતના ભજનો પૂજ્ય બાપુને સંભળાવી ભાવ અંજલિ અર્પણ કરી હતી.

પ્રાથમિક શાળા પાનોલી, તાલુકો- અંકલેશ્વર જિલ્લો- ભરૂચના કલાશિક્ષક પ્રદિપકુમાર સુભાષચંદ્ર દોશીએ મોરારી બાપુની આબેહૂબ છબી બનાવી તેમને તેમના ચરણમાં અર્પણ કરી. જે જોઈ પૂજ્ય બાપુએ ખૂબ પ્રસન્નતા દર્શાવી, જેના માટે ”પ્રસન્નતા માટે ખૂબ પ્રાર્થના-રામ સ્મરણ સાથે” જેવા હદયના આર્શીવાદ આપ્યા. પૂજ્ય મોરારી બાપુ તરફથી હનુમાન ચાલીસાની શાલ ઓઢાડી સન્માન કરવાના આવ્યું. મહાપુરુષના આર્શીવાદથી જીવનની ધન્યતાનો અનુભવ થયો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ : કોરોનાનું ભથ્થું તાત્કાલિક ધોરણે ચૂકવવા મહિલા શક્તિ સેનાએ જિલ્લા વિકાસ અધિકારીને લેખિત આવેદન પાઠવ્યું.

ProudOfGujarat

ભરૂચના અંગારેશ્વર ગામ પાસે ગણેશ વિસર્જન માટે જતો ટેમ્પો પલટયો, ૧૦ લોકોને ઇજા

ProudOfGujarat

વડોદરાના ફતેગંજમાં કપલ બોક્સ બનાવી કાફે ચલાવતા સંચાલક સામે કાર્યવાહી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!