(વિજય સોલંકી. શેહરા)
ગુગલ પોતાના ડુડલ થકી નાની મોટી હસ્તીઓ તેમજ અભિનેતાઓ, લેખકો વિજ્ઞાનીકો ને યાદ કરે છે. ત્યારે આજે ૨૫મી માર્ચ છે. આજે ફિલ્મ અભિનેતા ફારુરશેખનો જન્મદિવસ છે. આજે ભલે ફારુક શેખ આપણી વચ્ચે ના હોય પણ તેમના યાદગાર અભિનય થકી આજે પણ ચાહકોના દિલમા તેઓ જીવીત છે. બહુ ઓછા લોકો જાણે છે. ફારુક શેખ મુળ ગુજરાતી હતા. અને વડોદરા જીલ્લાના નસવાડીતાલુકાના (હાલ છોટાઉદેપુર જીલ્લો) આમરોલી ગામના મુળ વતની એવા ફારુક શેખનો જન્મ ૨૫-૩-૧૯૪૭ના રોજ થયો હતો માતાપિતા કામધંઘા અર્થ મુંબઈ આવી ગયાય અને અહી મુંબઈમા તેમનુ લાલનપાલન થવા લાગ્યું. મુબઈની સેન્ટ ઝેવિર્યસ કોલેજમા ભણ્યા બાદ તેમને સિધ્ધાર્થ લો કોલેજમાં તેમણે એલ.એલ.બી ની પદવી પ્રાપ્ત કરી પિતા ઈચ્છતા હતા કે પુત્ર એક ક્રિમિલર લોયર બને પણ ફારુકનેતો અભિનયનો ચસકો લાગેલો.કોલેજકાળમા નાટકોમાભાગ લીધેલો અને નસીબ ચમક્યુ અને એમ.એસ.સથ્યુની ફિલ્મ ‘‘ ગર્મ હવા ’’ મા હીરોનો રોલ મળ્યો. ત્યારબાદ ફારુકની અભિનયયાત્રા આગળ ચાલતી ગઈ. તેમની ફિલ્મોની યાત્રા તરફનજર નાખવામા આવે તો ચશ્મે બદુર, કથા.ઉમરાવ જાન,બાઝાર,નુરી, રંગબિરંગી, કિસીસેના કહના , સાથસાથ,તેમને લાહોર ફિલ્મ માટે બેસ્ટ સપોર્ટિગ અભિનેતાનો ખિતાબ પણ મળ્યો હતો.તેમણે એક પોપ્યુલર ટીવી શો‘ જીના ઈસીકા નામ હે’ નું સફળસંચાલન કર્યું હતુ. અને લોકોએ શોને ખુબ વખાણ્યોહતો. ગુજરાતના પોતાના વતનની મુલાકાત લેતા ત્યારે તેઓ પત્રકારોને મુલાકાત આપતા ત્યારે તેઓ ગુજરાતી બોલવાનો આગ્રહ રાખતા.૨૭ ડીસેમ્બર ૨૦૧૩ના રોજ દુબઈ ખાતેતેમનુ અવસાન થયું હતું. ગુગલે આજે તેમના જન્મદિવસને યાદ કરીને ડુડલ રજુ કર્યુંછે.
ગુજરાતના મુળ વતની અને હિન્દી ફિલ્મ જગતના અભિતેના ફારુક શેખના જન્મદિવસે ગુગલે તેમનુ ડુડલ મુક્યું
Advertisement