Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાંસોટ ખાતે એસ.ટી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત, સદનસીબે કોઈ જાનહાની નહિ..!!

Share

ભરૂચ જિલ્લામાં દિવસ દરમિયાન અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે, જિલ્લાના વિવિધ તાલુકામાં અકસ્માતના બનાવો વધતા હોય તેમ લાગી રહ્યું છે, તેવામાં આજે સવારે અકસ્માતની વધુ એક ઘટના સામે આવી હતી, જેમાં સદનસીબે કોઈ જાનહાની ન થતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ અનુભવ્યો હતો.

ભરૂચ જિલ્લાના હાંસોટ ખાતે આવેલ એસ.ટી ડેપોમાંથી બહાર નીકળી રહેલ એસ.ટી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા એક સમયે ભારે દોડધામ મચી હતી, અકસ્માતની ઘટનામાં એસ.ટી બસના કાચ તૂટી ગયા હતા જોકે સદનસીબે બસમાં સવાર તમામ મુસાફરોને કોઈપણ પ્રકારની ઇજાઓ ન પહોંચતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Advertisement

એસ.ટી બસ અને ટેન્કર ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા આ ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે, જોકે ઘટના અંગે હાંસોટ પોલીસે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

હારુન પટેલ : ભરૂચ


Share

Related posts

ભરૂચ : દેરોલ ખાતે ધી WBVF બચત અને ધિરાણ મંડળીની પ્રથમ વાર્ષિક સાધારણ સભા યોજાઈ.

ProudOfGujarat

M. S. યુનિવર્સિટીની પાદરાની M. K. અમીન કોલેજમાં સાયન્સ બ્લોકના નવી બિલ્ડીંગના નિમાર્ણનો વિવાદ રમત ગમતનું મેદાન નહિ રહેતા પૂર્વ વિધાર્થીઓ વિરોધ નોંધાવ્યો.

ProudOfGujarat

લીંબડી દિગભવન રાજ મહેલમાં થયેલ ચોરીના ૬ આરોપીને પકડી પાડતી સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!