Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : છેલ્લા ૨૪ કલાકમાં પેટ્રોલપંપ પર લૂંટની બીજી ઘટનાને અંજામ, બોરી ગામ ખાતે ફાયરિંગ કરી લુંટનો નિષ્ફળ પ્રયાસ..!!

Share

ભરૂચ જિલ્લામાં લૂંટારું ટોળકી સક્રિય થઇ હોય તેમ લાગી રહ્યું છે, રવિવારે રાત્રે ચાંચવેલ ગામ ખાતે આવેલા પેટ્રોલપંપના કર્મીને બંદૂક વડે મારમારી તેની પાસેથી ૩૦ હજાર જેટલી રકમની લૂંટને અંજામ આપી ફરાર થયેલા લૂંટારુઓનું પગેરું શોધવા હજુ તો પોલીસ કામે લાગી હતી ત્યાં જ તો સોમવારે રાત્રીના સમયે વધુ એક પેટ્રોલપંપ પર લૂંટનો નિષ્ફળ પ્રયાસ સામે આવ્યો છે.

ભરૂચ તાલુકાના હીંગલ્લા અને નબીપુર ગામ વચ્ચે આવેલા બોરી ગામ પાસેના પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ ભરવવા આવેલ ઈસમોએ કર્મચારી ઉપર બંદૂક વડે ફાયરિંગ કરતા ભારે બુમરાણ મચી હતી, જોકે લૂંટારુઓ બુમરાણ વચ્ચે લૂંટનો નિષ્ફળ પ્રયાસ કરી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા, તો બીજી તરફ ઘટના અંગેની જાણ નબીપુર પોલીસ મથકે કરવામાં આવતા પોલીસે મામલે ગુનો નોંધી સ્થળ પર પહોંચી સીસીટીવી ફૂટેજની મદદથી લૂંટારુઓની તપાસ શરૂ કરી હતી.

આમ છેલ્લા ૨૪ કલાકમાં હથિયાર ધારી લૂંટારું ટોળકીએ લૂંટની ઘટનાને અંજામ તો અન્ય સ્થળે ફાયરિંગ કરી લૂંટનો નિષ્ફળ પ્રયાસ કરતા મામલો પંથકમાં ટોફ ધી ટાઉન બન્યો છે, એક બાદ એક ઘટનાઓને લઇ સમગ્ર જિલ્લાની પોલીસ એલર્ટ મોડ પર મુકવામાં આવી છે, તેમજ વિવિધ સ્થળે પોલીસે તપાસના ધમધમાટ પણ શરૂ કરી નાખ્યા છે.

Advertisement

ભરૂચ તાલુકાના બોરી ગામ ખાતે ગત રાત્રીના બનેલ પેટ્રોલપંપ પર ફાયરિંગ કરી લૂંટના નિષ્ફળ પ્રયાસની ઘટના અને ચાંચવેલ પેટ્રોલપંપ પર હજારોની લૂંટની ઘટનાને અંજામ આપનાર ટોળકી એક જ છે કે અલગ અલગ તે બાબત ચર્ચાનુ કેન્દ્ર બની રહી છે, ત્યારે અનુમાન લગાવાઈ રહ્યું છે કે આ બંને સ્થળે ગુનાને અંજામ આપનાર ટોળકી એક મોડ્સ ઓપરેન્ડી વાળી છે, નબીપુર પોલીસ મથક માત્ર એક કિલોમીટરના અંતરે આવેલા બોરી ગામ ખાતે બેખોફ લૂંટારુઓએ ફાયરિંગ કરી પોલીસ સામે પણ પડકાર ફેંક્યો છે, ત્યારે પોલીસે પણ હવે આ ટોળકીને ઝડપી પાડવાની કવાયત હાથધરી છે.

ભરૂચ જિલ્લાના ચાંચવેલ અને બોરી ગામ ખાતે પેટ્રોલપંપો પર બનેલ બંને ઘટનાને જોઈએ તો બંને સ્થળના પેટ્રોલપંપ એવી જગ્યાઓના મુખ્ય રસ્તાઓ પર છે જ્યા વાહનોની અવરજવર રાત્રીના સમયે ખૂબ ઓછા સમયમાં હોય છે, સાથે જ આ પ્રકારના પેટ્રોલપંપ પર કર્મચારીઓની હાજરી પણ ઓછી જોવા મળતી હોય છે અને લૂંટારુઓ ઘટનાને અંજામ આપી મુખ્ય હાઇવે અથવા અન્ય રસ્તાઓનો ઉપયોગ કરી પલાયન થઇ શકે તેવા સ્થળેથી આ ઘટનાઓ સામે આવી છે ત્યારે લૂંટારુઓની સાતીરતા કામે લાગે છે કે પોલીસની સતર્કતા એ બાબત પર આ ઘટનાઓ બાદથી સૌ કોઈની નજર મંદરાયેલી છે.

હારુન પટેલ : ભરૂચ


Share

Related posts

SOU ખાતે દેશના રાજ્યોના રમત-ગમત અને યુવા બાબતોના મંત્રીઓની પ્રથમ ‘રાષ્ટ્રીય પરિષદ’ મા સહભાગી થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ.

ProudOfGujarat

૩૬ માં રાષ્ટ્રીય રમતોત્સવ અંતર્ગત વડોદરાવાસીઓને જોડવા યોજાયેલા રમતોના ફન સ્ટ્રીટમાં ઉમટી માનવ મેદની.

ProudOfGujarat

સુરત : સગીર યુવતીને ધમકી આપી ભગાડી જનાર યુવકને સુરત ચોક બજાર પોલીસે પાટણ ખાતેથી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!