Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચના મારવાડી ટેકરા વિસ્તારના કુખ્યાત બુટલેગરને ત્યાં પોલીસે દરોડા પાડી શરાબનો જથ્થો સહિત લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો.

Share

ભરૂચ જિલ્લાના પોલીસ વડા તરીકેનો હવાલો ડો.લીના પાટીલે સંભાળ્યા બાદથી બે નંબરી તત્વો સામે લાલઆંખ કરી હોય તેમ સતત બુટલેગરો અને જુગારીઓ સહિતની ગુનાખોરીને અંજામ આપતા તત્વો સામે પોલીસે સપાટો બોલાવ્યો છે, જેમાં ભરૂચ શહેરમાં બિન્દાસ અંદાજમાં નશાનો વેપલો કરતા તત્વો પણ હવે પોલીસની પકડમાં આવી રહ્યા છે.

ભરૂચના સ્ટેશન રોડ પર રોટરી કલબની પાછળના ભાગે આવેલ મારવાડી ટેકરા વિસ્તારમાં ચાલતા નશાના વેપલા ઉપર શહેર એ ડિવિઝન પોલીસે દરોડા પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂ સહિત બિયરનો જથ્થો સહિત એક ગાડીને ઝડપી પાડી કુલ ૬,૨૨,૧૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Advertisement

પોલીસના દરોડામાં મારવાડી ટેકરા વિસ્તારમાં શરાબનો વેપલો કરતો એવો કુખ્યાત બુટલેગર હનીફ ઉર્ફે અનું ઇમરાન શાહ દીવાન તેમજ મુનાફ અબ્દુલ રહેમાન સૈયદ નામના ઇસમોની પોલીસે ધરપકડ કરી બંને સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા નશાનો વેપલો કરતા બુટલેગરોમાં ફફડાટનો માહોલ છવાયો હતો.

હારુન પટેલ : ભરુચ


Share

Related posts

ઝઘડિયા : નવી તરસાલી ખાતે જુગાર રમતા ઇસમોને ઝડપી પાડતી રાજપારડી પોલીસ.

ProudOfGujarat

ભરૂચ ઈલેકશન મેનેજમેન્ટ કોંગ્રેસમાં સંદીપ માંગરોલાની નિમણૂક.

ProudOfGujarat

વડોદરામાં તલાટીઓની અચોક્કસ મુદ્દતની હડતાળથી કામગીરી ઠપ્પ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!