ભરૂચ જિલ્લાના આમોદ અને જંબુસર તાલુકાની વચ્ચેથી પસાર થતા ઢાઢર નદી તેના મીઠા જળ માટે જાણીતી છે, સાથે જ તેમાં વસવાટ કરતા વિશાળ જળચરોને લઈને પણ જાણીતી છે, નદીમાં મગરોની માત્રા પણ વધુ છે, અવારનવાર મગરો દેખાયાના બનાવો આ નદીમાંથી સામે આવતા હોય છે, તેવામાં આજકાલ એક વીડિયો સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
આમોદની ઢાઢર નદીના વાયરલ વીડિયોમાં એક સાથે ૨૦ થી વધુ મગરોનું ઝુંડ નજરે પડી રહ્યું છે, આમોદ-જંબુસરને જોડતા ઢાઢર નદી પણના પુલ પરથી રાહદારીઓએ મગરોના ઝુંડને કેમેરામાં કંડારી લીધો હતો, જેમાં વિશાળ સંખ્યામાં મગરો નજરે પડતા સ્થાનિકોમાં મગરનો ભય છવાયો છે.
હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે, તેમજ નદીમાં ઝાડી ઝાંખરા પણ ખૂબ પ્રમાણમાં જોવા મળે છે, સાથે નદીમાં જળસ્તર પણ ઘટ્યું છે, જેને લઇ મગરોનું મોટું જુંડ નદીમાં જળસ્તર વધુ છે તેવા વિસ્તારો તરફ હવે આવી પહોંચ્યા હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે એક સાથે આટલા વિશાળ સંખ્યામાં મગરો નજરે પડતા નદીના કાંઠે વસતા લોકોમાં ફફડાટ છવાયો છે.
હારુન પટેલ : ભરુચ