Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લામાં ‘આરોગ્ય ઉત્કર્ષ પહેલ’ હેઠળ જરૂરિયાતમંદોને ‘આયુષ્માન ભારત’ યોજનાનો લાભ આપવા તંત્રનું ખાસ અભિયાન.

Share

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભરૂચ જિલ્લામાં ‘આરોગ્ય ઉત્કર્ષ પહેલ’ હેઠળ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીના સીધા માર્ગદર્શન હેઠળ તા.૧ લી મે-ગુજરાત સ્થાપના દિનથી જરૂરિયાતમંદોને ‘આયુષ્માન ભારત’ યોજનાનો લાભ આપવા તંત્રનું ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ભરૂચના પંડિત ઓમકારનાથ હોલ ખાતે પ મી મે થી ૧૪ મી મે સુધી પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ કેમ્પની શરૂઆત થતા મોટી સંખ્યામાં લાભાર્થીઓએ જરૂરી પુરાવા સાથે સ્થળ પર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.

ભરૂચ જિલ્લાનો કોઈ પણ લાયક લાભાર્થી આયુષ્માન “PMJAY-MA” યોજનાના લાભથી વંચિત ન રહી જાય એ માટે વિશેષ તકેદારી રાખવામાં આવી છે. લાભાર્થીના ઘરઆંગણે જઈને તેમને યોજનાકીય લાભો મળે એ પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ માટે લાભાર્થીઓએ રેશનકાર્ડ, મામલતદારનો આવકનો દાખલો, કુટુંબના તમામ સભ્યોને આધારકાર્ડ, ઓ.ટી.પી માટે મોબાઇલ ફોન સાથે લાવવા જણાવાયું છે. પાત્રતા ધરાવતા લાભાર્થીઓએ ધરઆંગણે કેમ્પનો લાભ લેવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.

Advertisement

Share

Related posts

ભરૂચના હાંસોટ ખાતે કોંગ્રેસ દ્વારા વધતી મોંઘવારીના વિરોધમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન, પોલીસ સાથે કાર્યકરોનું થયું ઘર્ષણ.

ProudOfGujarat

માંડવી પોલીસ તંત્ર દ્વારા વિશ્વ આદિવાસી દિન અને મોહરમ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ.

ProudOfGujarat

રાજપીપળા : નાંદોદ તાલુકાનાં ઓરી ગામથી વધુ એક બોગસ તબીબ ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!