Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ-નેત્રંગ ખાતેથી મોટરસાયકલ ચોરી કરી ભાગતા ઇસમને પોલીસે ઝડપી પાડયો.

Share

ભરૂચ જિલ્લામાં વાહન ચોરો ફરી એકવાર માથા ઊંચકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે, એમાં પણ જિલ્લામાં મોટરસાયકલ ચોરીઓ થવાની ઘટનાઓમાં વધારો થતો જોવા મળ્યો હતો, થોડા સમય અગાઉ ભરૂચ એ ડિવિઝન પોલીસે એક મોટરસાયકલ ચોરને ઝડપી પાડ્યો હતો તો હવે નેત્રંગ ખાતેથી એક મોટરસાયકલ ચોર પોલીસની પકડમાં આવ્યો છે.

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર નેત્રંગ પોલીસ મથકના સર્વેલન્સનો સ્ટાફ વોચમાં હતો દરમિયાન નેત્રંગ મામલતદાર કચેરીના ગેટ પાસેથી હાથમાં રહેલ ચાવી વડે મોટરસાયકલનું લોક તોડી ભાગવા જતા એક ઇસમને પોલીસે ઝડપી પાડી તેની પૂછપરછ કરતા તે મોટરસાયકલ ચોરીને અંજામ આપતો હોવાનું સામે આવ્યું હતું.

Advertisement

નેત્રંગ પોલીસે સમગ્ર મામલે ઠાકોરભાઈ કાલુભાઈ વસાવા રહે,દત્તનગર,નેત્રંગ નાઓને ઝડપી પાડી તેની પાસેથી હોન્ડા કંપનીની મોટરસાયકલ કિંમત રૂ,૩૫૦૦૦ નો કબ્જો લઈ તેની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.


Share

Related posts

અંક્લેશ્વરમાં વોર્ડ-૮ નું કામ અટકાવવા વોર્ડ સભ્યની અરજી…

ProudOfGujarat

લીંબડી દોલતસર તળાવમાંથી યુવાનની લાશ મળી આવી.

ProudOfGujarat

માંગરોળ ગ્રામ પંચાયતમાં વહીવટદારના રાજમાં ગ્રામ પંચાયતનો વહીવટ કથડીને ખાડે ગયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!