ભરૂચ જિલ્લાના વાલિયા ગામે છ દિવસ પહેલા એક ખેડૂતના કૂવામાંથી દેડકા મોટર, કેબલ વાયરો તેમજ પાઇપની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી જે ગુનાનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં જ ઉકેલી મોટર ચોરને ઝડપી પાડયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર વિભાગના વિભાગીય પોલીસવડા ચિરાગ દેસાઈની સૂચના અનુસાર ચોરીના ગુનાઓને શોધી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવેલ હોય જે અંતર્ગત વાલિયા પોલીસને બાતમી મળેલ કે જે ખેતરમાંથી મોટર, કેબલની ચોરી થઈ તે અન્ય ખેતરમાં સંતાડી રાખેલ છે જે બાતમીના આધારે આરોપીઓ (1) રમેશ વસાવા (2) ધર્મેશ વસાવા (3) અનિલ શંકર વસાવા ત્રણેયના ઘરે પોલીસે રેડ પાડતા તલાશી લેતા બે શખ્સો પોલીસ દરોડા દરમિયાન હાજર હોય જેની પોલીસે પૂછપરછ કરતાં આજથી છ દિવસ પહેલા દેડકા મોટર, કેબલ વાયર તથા પાઇપની ચોરી કરી એક ખેતરના સેઢામાં સંતાડી રાખેલ હોવાની પોલીસ પૂછપરછ દરમિયાન કબૂલાત આપેલ હોય, ચોરી કર્યાના બાજુમાં ખેતરમાં દેડકા મોટર, કેબલ વાયરો તેમજ પાઇપ મળી આવેલ જેની કિંમત રૂપિયા 42,000 ની વસ્તુઓ સંતાડીને રાખી હતી. આ ચોરીના ત્રણેય આરોપીઓને પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથધરી છે.