ભરૂચ શહેરની જૂની મામલતદાર ઓફિસની સામે એક દુકાનમાંથી ભારતીય બનાવટના વિદશી દારૂના રૂ. 15 લાખથી વધુના મુદ્દામાલને એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ એ ડિવિઝન પોલિસ મથકના પી આઇ એ.કે ભરવાડ દ્વારા પ્રોહિબિશનના કેસો શોધવાની સૂચના આપવામાં આવેલ હોય આથી ગતરાત્રિના એ ડીવીઝન સર્વેલન્સ ટીમ પેટ્રોલીંગમાં હોય તે સમયે બાતમી મળેલ કે જૂની મામલતદાર ઓફિસની સામે હનુમાનજી મંદિરની બાજુમાં આવેલ દુકાન નં.13/1327, નર્મદા એપાર્ટમેન્ટ જય ઝેરોક્ષ નામની દુકાનમા ગેરકાયદેસર પાસ પરમિટ વગર વિદેશી દારૂના જથ્થાનું વેચાણ કરવામાં આવતું હોય જે ચોક્કસ બાતમીના આધારે એ ડિવિઝન પોલિસે દરોડો પડતાં જય ઝેરોક્ષ નામની દુકાનમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ 23 કિં. રૂ. 1,73,920 ના મુદ્દામાલ સાથે આરોપી હિમાંશુ ઉર્ફે શન્ની વિજય ચોરસિયા ઉવ 27 રહે.એ -2 આનંદ મંગલ સોસાયટી ગુજરાત ગૅસ પમ્પની બાજુમાં કોર્ટ રોડ ભરુચને પોલિસે ઝડપી આગળ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.