ભરૂચ જિલ્લાના વરેડિયા – નબીપુર વચ્ચે રેલવે ઓવરહેડ કેબલ તૂટી જતા રેલવે વ્યવહાર થોડો સમય ખોરવાયો હતો. જેના પગલે બે ટ્રેન પાલેજ ખાતે તેમજ એક ટ્રેન નબીપુર રેલવે સ્ટેશન પર રેલવે તંત્ર દ્વારા અટકાવી દેવામાં આવી હતી. પશ્ચિમ રેલ્વેના વડોદરા ડિવિઝન પરના વરેડિયા અને નબીપુર સ્ટેશન વચ્ચે ઇલેક્ટ્રીક વાયરમાં ટેકનિકલ ખામીને કારણે રદ કરવામાં આવી હતી. બે કલાક બંધ રહ્યા બાદ સવારે 10.10 વાગ્યાથી અપ લાઇન પર રેલ વ્યવહાર ફરી શરૂ થયો છે. આ દરમિયાન કુલ આઠ ટ્રેનોને અસર થઈ હતી અને તેને વિવિધ સ્ટેશનો પર રોકવામાં આવી હતી. ઓવર હેડ કેબ્લમાં ખામી સર્જાતા તેજસ એકસપ્રેસ તેમજ ભુજ – દાદર ટ્રેન પાલેજ રેલવે સ્ટેશન પર અટકાવી દેવામાં આવી હતી. ટ્રેન વ્યવહાર ખોરવાતા મુસાફરો હાલાકીમાં મુકાયા હતા. ઓવર હેડ કેબલનું સમારકામ પૂર્ણ થતા પુનઃ રેલ વ્યવહાર રાબેતા મુજબ થવા પામ્યો હતો.
યાકુબ પટેલ, પાલેજ