રમઝાનનો પવિત્ર માસ શરુ થતા જ મુસ્લિમો પોતાના રબને રાજી કરવા પવિત્ર રમઝાન માસ દરમિયા કેટલાક શેખ અફીફા બાનુ મતીન ભાઈ એ પોતાના જીવનનો પ્રથમ એક મહિનાનો રોજો મુક્યો હતો.
પવિત્ર રમઝાન માસની વાત કરીએ તો ધૈર્ય, સખાવત અને કસોટીનો ત્રિવેણી સંગમ સમો માસ પણ કહેવાય છે. ચાલુ વર્ષે રમઝાન માસ ધોમધખતા તાપમાં પ્રારંભાયેલો હોઇ રોઝદારો માટે એક આકરી અગ્નિપરીક્ષા ગરમીમાં સમાન સાબિત થયો હતો, ધોમધખતા તાપની પરવા કર્યા વિના રોઝદારો પોતાના રબને રાજી રાખવા માટે અને પોતાના પર ફર્જ થયેલા રોઝા રાખી પોતાના રબની ખુશનુદી પ્રાપ્ત કરી.
પવિત્ર રમઝાન માસના રોઝાની શરુઆત થતા જ નાના ભુલકાઓએ શેખ અફીફા બાનુ મતીન ભાઈ એ એક મહીનાના રોજા રાખ્યા હતા, જયારે નેત્રંગ જવાહર બજાર રહેતી શેખ અફીફા બાનુ મતીન ભાઈ એ કાળઝાળ ગરમીમા માત્ર 8 વર્ષ ની ઉંમર માં પોતાની જિંદગીનો એક મહિનાથી રોજો રાખી રબ ને રાજી કરવાનો પ્રયાસ ખ઼ુદા ની બંદગી કરી હતી, પરિવાર તરફથી રોજા રાખનાર શેખ અફીફા બાનુ ને પ્રથમ એક મહિનાના રોજાની મુબારક બાદ આપી હતી.