Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ પંથકમાં ઈદુલ ફિત્ર પર્વની મુસ્લિમ સમાજ દ્વારા શાનદાર ઉજવણી.

Share

મુસ્લિમ સમાજના અતિ મહત્વ ધરાવતો પવિત્ર રમઝાન માસ પૂર્ણ થતા મુસ્લિમ સમાજના લોકો દ્વારા ભરૂચના પાલેજ પંથકમાં ઈદુલ ફીત્રની અનેરા ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ઇદુલફિત્રની શાનદાર ઉજવણી કરાઇ હતી. અબાલ વૃદ્ધોથી લઈ નાના ભૂલકાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મુસ્લિમોનો પવિત્ર તહેવાર એટલેકે ઇદુલ્ફીત્ર પર્વ જે પવિત્ર રમજાન માસના આખા મહિનાના રોજા સાથે હર્ષ રૂપે મનાવવામાં આવે છે.

જે અંતર્ગત ભરૂચ જિલ્લાના પાલેજ પંથકના ગ્રામ્ય વિસ્તારો સહિત નબીપુરમાં ઈદ પર્વની ખૂબજ શાનદાર ઉજવણી કરાઈ હતી. મુસ્લિમ બિરાદરોએ ઇદની નમાઝ નગરની વિવિધ મસ્જિદોમાં અદા કરી હતી. પાલેજ સ્થિત મક્કા મસ્જિદમાં ચિશ્તીયા નગર સ્થિત હજરત સૈયદ સલીમુદ્દીન ચિશ્તી સાહેબ તેમજ હજરત સૈયદ ડૉ. મતાઉદ્દીન ચિશ્તી સાહેબે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઇદની નમાઝ બાદ તેઓએ સૌ ને ઇદની મુબારકબાદી પાઠવી હતી.મક્કા મસ્જિદના ખતિબો ઇમામ મૌલાના મોહમ્મદ અશરફી એ દેશ અને દુનિયામાં અમન શાંતિ કાયમ રહે તે માટે વિશેષ દુઆ ગુજારી હતી.ઈદ ની નમાઝ પછી સૌએ એકબીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

ભરૂચના વરેડિયા નજીક આવેલા ભુખી ખાડીના પુલનાં સમારકામના પગલે બીજા દિવસે પણ ટ્રાફિક જામ યથાવત…

ProudOfGujarat

છોટાઉદેપુર : નસવાડીના ખડકીયા(બો) શાળાના આચાર્ય એ શાળામાં જ ઝેરી દવા પીને જીવન ટુંકાવ્યું.

ProudOfGujarat

પેઇન્ટિંગમાં બનાવેલા ચહેરાઓ તમારા વ્યક્તિત્વને કહેશે, શું તમે પ્રેમમાં રહેલી નબળાઈઓને નજરઅંદાજ કરી શકો છો?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!