Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલે અંકલેશ્વરના ઈદગાહ મેદાન પર પહોંચી મુસ્લિમ બિરાદરો સાથે રમઝાન ઈદના પર્વની ઉજવણી કરી.

Share

મુસ્લિમોના પવિત્ર રમઝાન માસની પૂર્ણાહુતિ સાથે જ આજરોજ રમઝાન ઇદના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ઠેરઠેર મુસ્લિમ બિરાદરોએ ઇદની નમાઝ અદા કરી હતી ત્યારે ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ અંકલેશ્વરના ઈદગાહ મેદાન પર પહોંચ્યા હતા અને મુસ્લિમ બિરાદરો સાથે ઇદના પર્વની ઉજવણી કરી હતી.

તેઓએ મુસ્લિમ બિરાદરોને ઇદના પર્વની હાર્દિક શુભકામના પાઠવી હતી તો સાથે જ ખીર અને સેવૈયા પણ ખાધા હતા. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે જિલ્લા પોલીસવડા ડો.લીના પાટીલ દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે આજરોજ તેઓએ મુસ્લિમ બિરાદરો સાથે ઈદના પર્વની ઉજવણી કરી હતી અને શુભકામના પાઠવી હતી. તેઓ સાથે અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ચિરાગ દેસાઈ સહિતના અધિકારીઓ અને પોલીસકર્મીઓ પણ જોડાયા હતા.

હારુન પટેલ : ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ નગરપાલિકા નજીકનાં ડ્રીમલેન્ડ પ્લાઝાનું શોપિંગ જર્જરિત થતાં ઉતારવાની કામગીરી કરાઇ…

ProudOfGujarat

ભરૂચ : બાયપાસ ચોકડી નજીક ઝૂંપડાઓમાં આગ ફાટી નીકળતા દોડધામ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ.

ProudOfGujarat

લીંબડી સુરેન્દ્રનગર રોડ પર એસ.ટી.બસ અને કન્ટેનર વચ્ચે સર્જાયો અકસ્માત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!