Proud of Gujarat
INDIAFeaturedGujarat

પાલેજ નગર સહિત પંથકમાં ઈદ પૂર્વે દરગાહો મસ્જિદોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી.

Share

આગામી મંગળવારના રોજ મુસ્લિમ સંપ્રદાયનો અતિ મહત્વ ધરાવતો પવિત્ર રમઝાન માસ પૂર્ણ થતો હોય મુસ્લિમ સમાજના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઈદ પ્રસંગે પાલેજ સહિત પંથકમાં આવેલા ગામોમાં દરગાહ મસ્જિદોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી છે. ઇદુલ ફિત્ર નિમિત્તે પાલેજ સ્થિત કબરસ્તાનમાં આવેલી સુપ્રસિધ્ધ હજરત શાહુદ્દીન રહમતુલ્લાહ અલયહિ, હજરત બાહુદ્દીન રહમતુલ્લાહ અલયહિ તેમજ હજરત સુબહાલ્લાહ રહમતુલ્લાહ અલયહિની દરગાહ રોશનીથી ઝળહળી ઉઠી છે. તો ટંકારીયા ખાતે આવેલી જુમા મસ્જિદ તેમજ હજરત પીર હાશમ શા રહમતુલ્લાહ અલયહિની દરગાહ પણ રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી છે. આમ આગામી મંગળવારના દિવસે ઈદુલ ફીત્ર પર્વ નિમિત્તે મુસ્લિમ બિરાદરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

રાજપારડી વિસ્તારની ક્વોરીઓ માંથી ખનીજ વહન કરતી ટ્રકો ભુસ્તર વિભાગે ઝડપી

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસો મળતા નવા કન્ટેઇન્મેન્ટ વિસ્તારો જાહેર કરાયા.

ProudOfGujarat

ભરૂચની પટેલ વેલ્ફર કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાનો મામલો, વધતા સંક્રમણ અને હોસ્પિટલ દુર્ઘટનાથી વિદેશીઓ ચિંતિત, કેનેડામાં વસતા મોહસીને મોકલી ૧૦ હજાર ડોલરની મદદ..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!