Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : નર્મદા નદીમાંથી એક સાથે બે મૃતદેહ મળતા ખળભળાટ, નર્મદા મૈયા બ્રિજ બન્યો સ્યુસાઇડ પોઇન્ટ..!!

Share

ભરૂચ,અંકલેશ્વર વચ્ચે નવ નિર્માણ પામેલ નર્મદા મૈયા બ્રિજ સ્યુસાઇડ પોઇન્ટ બનતું જઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે, નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી આત્મહત્યા કરવાના બનાવો ફરી એક વાર સામે આવી રહ્યા છે, જેમાં આજે સવારે એક સાથે બે જેટલા મૃતદેહ નર્મદા નદી માંથી મળી આવતા ભારે ચકચાર મચી હતી.

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના અંદાડા ગામ ખાતે રહેતો ૨૮ વર્ષીય સંતોષ મીઠાભાઈ મકવાણા ગત તારીખ ૨૮ મીના રોજ ઘરેથી રાત્રીના સમયે કોઈ કારણસર નીકળી ગયો હતો અને નર્મદા મૈયા બ્રિજ પર પહોંચી પરિવારજનોને ફોન કરી હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છું તેમ જણાવી ફોન કટ કરી વોટ્સએપ ઉપર પરિવારને છેલ્લો ફોટો મોકલી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી હતી, જે બાદ પરિવારજનોએ નર્મદા મૈયા બ્રિજ ખાતે દોડી આવી તેની શોધખોળ હાથ ધરી હતી, જોકે તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો.

Advertisement

તો બીજી તરફ અંકલેશ્વરના ત્યાગી નગર વિસ્તારમાં રહેતા ૫૦ વર્ષીય રાજેન્દ્ર ભાઈ છગનભાઈ પરમાર નાઓએ પણ કોઈ કારણસર ગતરોજ નર્મદા મૈયા બ્રિજ ઉપરથી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી, જે બાદ અંકલેશ્વર નગરપાલિકાના ફાયર લાશકરોએ નર્મદા નદીમાં નાવડાની મદદથી મૃતકોની શોધખોળ હાથધરી હતી.

ફાયરના લાશકરોએ કરેલ શોધ ખોળમાં બંને મૃતકો બ્રિજની આસપાસથી જ મળી આવ્યા હતા, એકસાથે બંને મૃતકોને નદીની બાહર કાઢવામાં આવતા ઉપસ્થિત લોકોમાં ભારે ગમગીની ભર્યો માહોલ સર્જાયો હતો, ત્યારે મામલા અંગેની જાણ પોલીસ વિભાગમાં કરતા પોલીસે બંને મૃતકોની લાશનો કબ્જો લઈ તેઓને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મામલા અંગે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

હારુન પટેલ : ભરૂચ


Share

Related posts

ધોલાઈ ખાતે જિલ્લા પોલીસ વડા ના લોકદરબાર માં રાજકીય આગેવાનો અને મીડિયા ની બાદ બાકી

ProudOfGujarat

ભરૂચ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ મામલતદાર કચેરીએ ઉમેદવારોનાં ધામા, વિવિધ રાજકીય પક્ષોનાં ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતરવા માટે નોંધાવી દાવેદારી…

ProudOfGujarat

છોટાઉદેપુર તાલુકાના તેજગઢ ખાતે વંદે ગુજરાત રથ યાત્રાનું સ્વાગત કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!