કૃષિ મહાવિદ્યાલય, નવસારી ક્રૃષિ યુનિવર્સિટી, કેમ્પસ, ભરૂચ ખાતે તા:૨૮/૦૪/૨૦૨૨ ના રોજ પોલીટેકનીક ઇન એગ્રીક્રલ્ચરના છેલ્લા સેમેસ્ટરના વિધાર્થીઓ માટે કૃષિ મહાવિધાલય ભરૂચ ખાતે કેમ્પસ ઇન્ટરવ્યુનું આયોજન પ્લેસમેન્ટ સેલ દ્વારા કરવામાં આવેલ હતુ, જેમા કૃષિ મહાવિદ્યાલયના પ્રિન્સીપાલ ડો. ડી.ડી. પટેલના અધ્યક્ષ સ્થાને સંપૂર્ણ આયોજન કરવામાં આવેલ હતું. આ તબક્કે પોલીટેકનીક ઇન એગ્રીક્રલ્ચર કોલેજના મદદનીશ પ્રાધ્યાપક અને પ્લેસમેન્ટ ઓફીસર પી.એમ. સાંખલા દ્વારા પ્રાસંગિક ઉદબોધન તેમજ ઇન્ટરવ્યુ વિશેની ઉંડાણમાં માહિતીનું પ્રદાન કરેલ જ્યારે પોલીટેકનીક ઇન એગ્રીક્રલ્ચરના પ્રિન્સીપાલ ડો.એ.ડી.રાજે વિધાર્થીઓ માટે ઉપયોગી માહીતી તેમજ માર્ગદર્શન અને ઇન્ટરવ્યુમા ભાગ લેનાર દરેક વિધાર્થીઓને ઉત્સાહપૂર્વક કઇ રીતે ઇન્ટરવ્યુમા સફળ થવુ તે વિષેની ચર્ચા કરી હતી. આ પ્રસંગે કૃષિ મહાવિદ્યાલયના પ્રિન્સીપાલ ડો. ડી.ડી. પટેલે પોતાની આગવી અદામાં પ્રેરણાદાયક પ્રવચન થકી વિધાર્થીઓનું નૈતીકતા, ચારિત્ર્ય અને પ્રમાણીકતા દ્વારા સર્વાગીક વિકાસ કરવા તેમજ ભવિષ્યમાં પોલીટેકનીકના વિધાર્થીઓ માટેની તકો પર પણ ગહન ચર્ચા કરી હતી, તેમજ કેમ્પસ ઇન્ટરવ્યુ (GSFC એગૉટેક લિમીટેડ) લેવા આવેલ કંપનીના એચ.આર. રીચા મીશ્રાએ કંપની વિષેની માહીતીનું પ્રેજન્ટેશન કર્યુ અને વિધાર્થીઓને GSFC એગૉટેક લિમીટેડ કંપની વિષે માહીતગાર કર્યા હતા.
સદર યોજાયેલ ઇન્ટરવ્યુમા પોલીટેકનીક ઇન એગ્રીક્રલ્ચરના છેલ્લા સેમેસ્ટરના ૨૫ વિધાર્થીઓ એ સફળતાપૂર્વક ભાગ લીધો હતો તેમજ GSFC એગૉટેક લિમીટેડ દ્વારા ઓનલાઇન પરીક્ષાનુ આયોજન કરવામા આવેલ હતું. આ સપૂર્ણ પ્રોગ્રામ દરમિયાન એસ.એન. પરમાર, ખેતીવાડી મદદનીશે દરેક વ્યવસ્થા અંગેની દેખરેખ રાખેલ હતી અને ડો.ડી.કે.પટેલ, ખેતીવાડી અધિકારીએ દરેક આમંત્રિત કંપનીના અધિકારીઓ અને કૃષિ મહાવિદ્યાલયના દરેક અધિકારીઓ તેમજ કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
હારુન પટેલ : ભરૂચ
કૃષિ મહાવિદ્યાલય ભરૂચ ખાતે પોલીટેકનીક ઇન એગ્રીક્રલ્ચરના વિદ્યાર્થીઓ માટે “કેમ્પસ ઇન્ટરવ્યુનુ સફળ આયોજન” કરાયું.
Advertisement