રમઝાનનો પવિત્ર માસ શરુ થતા જ મુસ્લિમો પોતાના રબને રાજી કરવા પવિત્ર રમઝાન માસ દરમિયાન કેટલાક સૈયદ ફલક એ પોતાના જીવનનો પ્રથમ એક મહિનાનો રોજો મુક્યો હતો.
પવિત્ર રમઝાન માસની વાત કરીએ તો ધૈર્ય, સખાવત અને કસોટીનો ત્રિવેણી સંગમ સમો માસ પણ કહેવાય છે. ચાલુ વર્ષે રમઝાન માસ ધોમધખતા તાપમાં પ્રારંભાયેલો હોઇ રોઝદારો માટે એક આકરી અગ્નિપરીક્ષા ગરમીમાં સમાન સાબિત થયો હતો, ધોમધખતા તાપની પરવા કર્યા વિના રોઝદારો પોતાના રબને રાજી રાખવા માટે અને પોતાના પર ફર્જ થયેલા રોઝા રાખી પોતાના રબની ખુશનુદી પ્રાપ્ત કરી.
પવિત્ર રમઝાન માસના રોઝાની શરુઆત થતા જ નાના ભુલકાઓએ સૈયદ ફલક એ એક મહીનાના રોજા રાખ્યા હતા, જયારે ભરૂચ શેરપુરા મૂજમમિલ સોસાયટીમાં રહેતી સૈયદ ફલક એ કાળઝાળ ગરમીમા માત્ર 9 વર્ષ ની ઉંમરમાં પોતાની જિંદગીનો એક મહિનાથી રોજો રાખી રબને રાજી કરવાનો પ્રયાસ ખ઼ુદાની બંદગી કરી હતી, પરિવાર તરફથી રોજા રાખનાર સૈયદ ફલકને ફુલહાર પહેરાવી પ્રથમ એક મહિનાના રોજાની મુબારક બાદ આપી હતી.