Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચના નેશનલ હાઇવે ૪૮ પર આઇસર ટેમ્પો અને પિકઅપ વચ્ચે અકસ્માતમાં ૮ જેટલા લોકો ઘાયલ.

Share

ભરૂચ જિલ્લાના નેશનલ હાઇવે ૪૮ પર અકસ્માતની ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ભરૂચ નેશનલ હાઇવે ઉપર વડદલા પાટિયા પાસે આઇસર ટેમ્પો અને પીકઅપ ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 8 જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી.

ભરૂચ તાલુકાના વડદલા ગામ નજીક આજે બપોરના સમયે આઇસર ટેમ્પો અને પિકઅપ વેન વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાતા એક સમયે લોકોમાં નાસભાગ જોવા મળી હતી, અકસ્માતની ઘટનામાં આઠથી વધુ લોકો ઇજાગ્રસ્ત થતા તમામને ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે ખેસેવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે વડદલા નજીક અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, અવારનવાર વડદલા ચોકડી પર અકસ્માતની ઘટનાઓ બનતા આ વિસ્તાર અકસ્માત જોનમાં પર્વતીત થયો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા આ વિસ્તારમાં અકસ્માતની ઘટનાઓ પર અંકુશ મેળવવા માટે યોગ્ય કોઈ પહેલ કરવાની તાતી જરૂર જણાઈ રહી છે.

Advertisement

હારુન પટેલ : ભરૂચ


Share

Related posts

સુરત કામરેજ પોલીસ સ્ટેશનના ગુનામા બે મોટર સાઈકલ સાથે એક આરોપીને ઝડપી પાડતી ઝઘડીયા પોલિસ.

ProudOfGujarat

છોટાઉદેપુર : એકલવ્ય કોલેજ કલારાણીના વિદ્યાર્થીઓએ ઝંડ હનુમાન તથા કડા ડેમની મુલાકાત લીધી.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામમાં કાર ચાલકે નિંદ્રાધીન યુવાનને ટક્કર મારતા તેનું ગંભીર ઈજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!