પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગથી ઝંખવવા રોડ ઉપર દાદરાનગર હવેલી તરફથી બોડેલી રેતી ભરવા જતી ટ્રકને અકસ્માત નડ્યો હતો. જેમાં સ્થાનિક રહીશોની મદદથી ટ્રકના કેબિનનું પતરૂ કાપી ગંભીર રીતે ઇજાગ્રસ્ત ડ્રાઇવરને રેસક્યું ભારે જહેમત ઉઠાવી બહાર કાઢ્યો હતો. ૧૦૮ એમબ્યુલન્સ મારફતે નેત્રંગ તાલુકા મથકે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.પરંતુ વધુ સારવારની જરૂર અર્થે ભરૂચ સિવીલ હોસ્પીટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતથી ઘટનાની જાણ રહીશોને થતાં ઘટનાસ્થળ ઉપર લોકટોળા ઉમટી પડ્યા હતા. ભારે ટ્રાફિમજામ થતાં અન્ય રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, નેત્રંગ ચાર રસ્તા ઉપરથી બોડેલીની ઓરસંગ નદીની રેતી ભરેલા હાઇવા-ડમ્પર નેત્રંગથી સુરત, તાપી, વલસાડ અને વાપી તરફ જાય છે. હાઇવા-ડમ્પર ટ્રકો ખાલી-ઓવરલોડ ભરેલા હોઇ છે. નેત્રંગ ચારરસ્તા ઉપર ભારે ટ્રાફિક સમસ્યા અને પોલીસ કમીઁઓની હાજરી હોવા છતાં ઉશ્કેરાયેલા સાંઢની માફક બેરોકટોક-ગફલતભરી રીતે પસાર થતાં હોવાથો સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળે છે. ઓવરલોડ ખનિજો ભરીને દોડતા વાહનોના નંબરોથી લઇ સાઇડ લાઇટ અને અનેક જાતના આરટીઓના નિયમોનો ભંગ કરીને દોડતા વાહનો લોકોને જોવા મળે છે. પરંતુ જવાબદાર તંત્રને જોવા મળતા નથી. નેત્રંગ ચારરસ્તા ઉપર ગોજારો અકસ્માત બને તે પહેલા તંત્ર કડક હાથે કામગીરી કરે તેવુ પ્રજામા ચર્ચાઈ રહ્યું છે.