Proud of Gujarat
FeaturedGujaratINDIA

યે અબ્દુલ્લા કબ સુધરેગા, ગણતરીની મીનીટોમાં મોટરસાયકલ ચોરીને અંજામ આપી પલાયન થતો અબ્દુલ્લા આખરે ફરી એકવાર ભરૂચ એ ડિવિઝન પોલીસની પકડમાં આવી પહોંચ્યો.

Share

ભરૂચ શહેર તથા અન્ય વિસ્તારોમાં મોટરસાયકલોની ચોરીઓની ઘટનાઓને અંજામ આપી પોલીસ વિભાગને સતત દોડતું રાખનાર રીઢો આરોપી અબ્દુલ ઉર્ફે અબ્દુલ્લા મહંમદ ઇસ્માઇલ પટેલ રહે,કુરચણ નવીનગરી આમોદ નાને પોલીસે ચાર જેટલી ચોરીની મોટરસાયકલ સાથે ઝડપી પાડયો છે.

મોટરસાયકલ ચોરીની ટેવ ધરાવતો અબ્દુલ્લા સામે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે જ કુલ ૧૨ જેટલા ગુન્હા નોંધાયેલા છે, હમ નહિ સુધરેંગે જેવી નીતિ અપનાવી અબ્દુલ્લા શહેરમાંથી પલકના ઝબકારામાં મોટરસાયકલની ચોરી કરી પલાયન થતો હતો, પરંતુ પોલીસના વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત લાગેલા સીસીટીવી કેમેરા અને ટેકનીકલ સર્વેલન્સથી અબ્દુલ્લા ન બચી શક્યો હતો અને આખરે વધુ એકવાર તેને જેલના સળિયા પાછળ ધકેલવામાં પોલીસ વિભાગને સફળતા મળી છે.

Advertisement

ભરૂચ એ ડિવિઝન પોલીસે અબ્દુલ્લા પાસેથી ચાર જેટલી મોટરસાયકલ જેની કિંમત રૂપિયા ૪૧ હજારનો મુદ્દામાલ કબ્જે કરી તેની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

હારુન પટેલ : ભરૂચ


Share

Related posts

તાપી જીલાનાં સોનગઢ તાલુકાના જુનવાણ ગામે ગેરકાયદેસર માટી ખનન કરનારા સામે તંત્રની લાલ આંખ…

ProudOfGujarat

ભરૂચ : દારૂ બિયરનાં બુટલેગરો બેફામ બનતા નેત્રંગ પોલીસે ખાતમો બોલાવતા 57,000 થી વધુનો મુદ્દામાલ પકડયો…. જાણો વધુ.

ProudOfGujarat

બેંગલુરુ કોર્ટ દ્વારા કોંગ્રેસ અને ભારત જોડો યાત્રાનું ટવીટર હેન્ડલ બ્લોક કરતાં રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોતની પ્રતિક્રિયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!