Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ પોલીસ વડા LCB અને SOG ની ટીમો સાથે જેલમાં ગયા, સરપ્રાઈઝ વિઝીટમાં બેરેક અને કેદીઓ પાસેથી 7 મોબાઈલ, 5 સીમ મળ્યા.

Share

ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ LCB અને SOG ની ટીમો સાથે આજે જેલમાં ગયા હતા. અરે આ DSP નું સરપ્રાઈઝ વિઝીટિંગ હતું. જેલમાં અલગ અલગ બેરેકો અને કેદીઓની તપાસમાં ટીમને 7 મોબાઈલ, 5 સીમકાર્ડ, ચાર્જર, ઈયર બર્ડ મળી આવ્યા હતા.

ભરૂચ SP ડો. લીના પાટીલ દ્વારા લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની સયુંક્ત ટીમ મારફતે બુધવારે ભરૂચ જીલ્લા જેલ ખાતે સરપ્રાઇઝ વીઝીટ હાથ ધરવામાં આવી હતી. ચેકિંગ દરમ્યાન જેલની અલગ અલગ બેરેકોમાંથી તથા કેદીઓ પાસેથી 7 મોબાઇલ, 5 સીમ તથા ચાર્જર, ઇયરફોન વગેરે મળી કુલ ₹12400 નો મુદ્દામાલ મળી આવ્યો હતો.

Advertisement

LCB ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર બી.એન.સગર, SOG પી આઈ. કે.ડી.મંડોરા મારફતે સયુંક્ત ટીમો બનાવી DSP ના માર્ગદર્શન તથા આગેવાની હેઠળ ટીમો સાથે ભરૂચ જીલ્લા જેલ ખાતે સરપ્રાઇઝ વિઝીટ હાથ ધરી હતી.

સબજેલની અલગ અલગ બેરકો તથા કાચા કામના કેદીઓ પાસેથી જેલમાં રાખવામાં આવેલા 7 મોબાઇલ તથા ચાર્જર, ઇયરફોન મળી ₹12400 નો મુદ્દામાલ ઝડપાયો હતો. કાચા કામના 3 કેદીઓ તથા તપાસમાં નીકળે તે વિગેરે વિરૂધ્ધ પ્રિઝન એક્ટ મુજબની સલંગ્ન કલમો હેઠળ કાયદેસર કાર્યવાહી કરી ભરૂચ શહેર બી ડીવીઝને ગુનો દાખલ કરાયો હતો.

વધુ તપાસ પોલીસ ઇન્સપેક્ટર એસ.ઓ.જી.ને સોંપવામાં આવી છે. આગામી દિવસોમાં પણ ભરૂચ પોલીસ જેલોમા ગેરકાયદે પ્રવૃતિ ડામવા સરપ્રાઇઝ વિઝીટ કરી કાયદેસર કાર્યવાહી ચાલુ રાખશે.

જેલમાં બેરેક નંબર 6 ના કેદી જીયાઉર રહેમાન નિયાઝ અહેમદ અન્સારી, બેરેક નંબર 2 ના કેદી શૈલેન્દ્ર દીપકભાઇ ગોસાવી અને સંજય મંગળ ઉર્ફે મંગાભાઇ વસાવા પાસેથી ચેકીંગમાં મોબાઈલ મળ્યા હતા.

હારુન પટેલ : ભરૂચ


Share

Related posts

ભારતના ટોચના હાસ્ય કલાકારો મિનિ ટીવી પર ફ્રી માં લઈને આવી રહ્યા છે એક્લુઝિવ કન્ટેન્ટ.

ProudOfGujarat

અંકલેશ્વરમાં આવેલ જીઆઇએલ કંપનીમાં કામદારનું રહસ્યમય મોત થતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો

ProudOfGujarat

ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય મુક્ત વિશ્વ વિધાલય અભ્યાસ કેન્દ્ર ભરૂચ ખાતે પરિચય બેઠક યોજાય…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!