ભરૂચ જિલ્લા પોલીસ વડા તરીકેનો હવાલો ડો.લીના પાટીલે સંભાળ્યા બાદથી જ અનેક બુટલેગરો જેલના સળિયા ગણતા થયા હોય તેમ સતત નશાનો વેપલો કરતા તત્વો સામે પોલીસે તવાઇ બોલાવી છે. છેલ્લા એક માસમાં જિલ્લામાં વિવિધ સ્થાને ક્રાઇમ બ્રાંચ સહિતની ટિમોએ શરાબનો વ્યવસાય કરતા તત્વોને ઝડપી પાડયા છે, જેમાં વધુ એક બુટલેગર ભરૂચ તાલુકા પોલીસની પકડમાં આવ્યો છે.
ભરૂચ તાલુકા પોલીસના કર્મીઓને મળેલ બાતમીના આધારે વેસદડા ગામની સીમમાં આવેલ ભરૂચ શેરપુરાના વતની ઇલ્યાસ યુસુફ ટિલ્લા(પટેલ) ના મંગના ખેતરમાં દરોડા પાડતા ભૂસાના ઢગલામાં સંતાડેલ ભારતીય બનાવટના વિદેશી શરાબની કુલ ૩,૫૨૮ બોટલ નંગ જેની કિંમત કુલ -૪,૫૮,૪૦૦ ના મુદ્દામાલને ઝડપી પાડી ખેતર માલિક સહિતનાં સામે ભરૂચ તાલુકા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા વધુ એક વાર બુટલેગરોમાં ફફડાટની લાગણી છવાઈ જવા પામી છે.
હારુન પટેલ : ભરૂચ
ભરૂચ : એસ.પી ડો.લીના પાટીલનો બુટલેગરો સામે સતત સપાટો, વેસદડા ગામની સીમના ખેતરમાં સંતાડેલ લાખોની કિંમતનો વિદેશી શરાબ ઝડપાયો.
Advertisement