ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ તથા ભરૂચ વિભાગ મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા નાઓ દ્વારા ગેરકાયદેસર દેહ વ્યાપારની પ્રવૃત્તીઓને શોધી કાઢવાની સુચના આપેલ હતી.
જે આધારે, પોલીસ ઇન્સપેક્ટર એ. કે.ભરવાડ ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસ મથક તથા પો.સ.ઈ ડી.આર.વસાવા પેરોલ ફર્લો સ્કોડ, ભરૂચ તથા પેરોલ ફર્લો સ્કોડના પોલીસ ટીમને માહીતી મળેલ કે, ભરૂચ શહેરના બરાનપુરા વિસ્તારની કોહિનુર ગેસ સર્વિસ નામની દુકાન પાછળ આવેલ રહેણાક મકાનમાં છોકરીઓ મંગાવી ગેરકાયદેસરનો દેહ વ્યાપાર ચલાવવામાં આવે છે. જે બાતમી આધારે બાતમી વાળી જગ્યાએ જઈ રેડ કરતા દેહ વ્યાપરના ધંધા સાથે સંકળાયેલ કુલ બે યુવતિઓ તથા દેહ વ્યાપારનો ધંધો ચલાવતી મહિલા લતાબેન વસાવા તથા તેઓનો પુત્ર જીગ્નેશ ઉર્ફે રાજુ નટવરભાઇ વસાવા હાજર મળી આવતા જરૂરી પુરાવાઓ એકત્ર કરી તેઓ બન્ને વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. સાથે પોલીસ ટીમે મોબાઇલ નંગ -૦૧ કી.રૂ .૫૦૦૦/- રોકડા રૂપીયા ૫૨૦૦/- મળી કુલ કિંમત રૂપીયા ૧૦,૨૦૦/- મુદ્દામાલ કબ્જે કર્યો છે.
હારુન પટેલ : ભરૂચ