Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના ડી માર્ટ નજીક કાંસ પર પાર્ક કરેલ રીક્ષા અચાનક સ્લેબ તૂટતા કાંસમાં ખાબકી જતા ક્રેન વડે બહાર કઢાઈ.

Share

ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ કોલેજ માર્ગ થી આગળ ડી માર્ટ સામે શાકભાજી ભરેલ એક રિક્ષાનો ચાલક પોતાની રીક્ષા લઈ નજીક માં આવેલ કાંસ ઉપર પાર્ક કરી હોટલ માં કામ અર્થે ગયા હતા તે દરમિયાન અચાનક રીક્ષા કાંસમાં ઉતરી જતા લોકોમાં દોડધામ મચી હતી.

અચાનક કાંસમાં ઉતરેલ રિક્ષાને ક્રેનની મદદ વડે બહાર કાઢવાની ફરજ પડી હતી,અંદાજીત પાંચ ફૂટ ઉંડી કાંસમાં રીક્ષા ઉતરી જતા એક સમયે મામલો લોકોમા ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું,કાંસ ઉપર તકલાદી કામગીરી ને લઈ રીક્ષાનું વજન ન વેઠી શકતા ઘટના બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે,જોકે સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની ન થતા ઉપસ્થિત લોકોએ હાશકારો અનુભવ્યો હતો,તેમજ રીક્ષા ચાલક ને આ અકસ્માત ના પગલે મોટું નુકશાન થયું હતું.

Advertisement

હારૂન પટેલ : ભરૂચ


Share

Related posts

રાજકોટનાં વિંછીયામાંથી ૭૫ હજારથી વધુની કિંમતના ગાંજા સાથે બે ઇસમો પકડાયા

ProudOfGujarat

સુરતનાં ઉધનામાં મકાનનો સ્લેબ ધરાશાયી થતાં બે નાં મોત.

ProudOfGujarat

ઝઘડીયાના રાણીપુરા ગામે ચુંટણીની અદાવતે શેરડી સળગાવી દેતા કલેક્ટર અને પોલીસ વડાને આવેદન પાઠવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!