બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરના મોઢેશ્વરી નગર વિસ્તારમાં રહેતા વાસંતી બેન ભગવાન દાસ મહેતા નાઓ ગત રોજ સાંજના સમયે ભરૂચ શહેર ના શાંતિબાગ પાસે તેઓના ભત્રીજી ના ઘરે ગયા બાદ પરત ફરવા માટે નર્મદા ડેરી પાસેથી અજાણી રિક્ષામાં બેઠા હતા,જે દરમિયાન રિક્ષામાં અગાઉથી જ બે જેટલી અજાણી બહેનો બેઠી હતી.
વાસંતી બેન રીક્ષામાં બેસ્યા બાદ રીક્ષા ચાલક રીક્ષા લઈ આગળ વધ્યો હતો અને શંભુ ડેરી પાસે અચાનક રિક્ષાના આગળ એક બાઇક સવારે ટક્કર મારી અકસ્માત કરતા રિક્ષામાં સવાર ચાલક એ વાસંતી બેન ને તેઓએ પહેરેલા ઘરેણાં આ બાઇક સવાર લૂંટવા આવેલ છે તેમ જણાવી વાસંતી બેન ને વિશ્વાસ માં લઇ તેઓએ પહેરેલ સોનાની ચેઈન, બે સોનાની બંગડી,એક સોનાની વીંટી મળી કુલ ૧.૬૮.૭૦૦ ની મત્તા ના ઘરેણાં રીક્ષા ચાલકે મુકવા આપેલ થેલીમાં મૂકી દીધા હતા.
ત્યાર બાદ રીક્ષા લિંક રોડ પર આવેલ HDFC બેન્ક સામે ના કોમ્પલેક્ષ સામે ઉભી રાખી વાસંતી બેન ને રીક્ષા ચાલકે ઉભા રહો હું છુટા પૈસા લઈને આવું છું તેમ કહી ત્યાંથી શ્રવણ ચોકડી તરફ જતો રહ્યો હતો,ત્યાર બાદ વાસંતી બેન પોતાના ઘરે જતા રહ્યા હતા અને ઘરે જઇ જે થેલીમાં પોતાના ઘરેણાં મુક્યા હતા તે થેલીમાં પોતા આ ઘરેણા ન મળી આવતા આખરે વાસંતી બેને પોતાની સાથે વિશ્વાસધાત થયો હોવાનું જણાય આવતા મામલે તેઓએ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વાસંતી બેન મહેતાની ફરિયાદના આધારે અજાણ્યો રીક્ષા ચાલક અને તેમાં સવાર મહિલાઓ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
હારૂન પટેલ : ભરૂચ