બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક રહેતા હરીશ ભાઈ ખુશાલ ભાઈ સુરતી નાઓના ઘર પાસે તેઓની તેમજ અન્ય લોકોની CNG કાર પાર્ક કરેલ હોય અને તે જ દરમિયાન નજીકમાંથી બાબરી માટેનો વરઘોડો મહંમદપુરાથી લીમડી ચોક તરફ નીકળી રહ્યો હોય અને તેમાં કેટલાક ઈસમો વાહનો પાસે ફટાકડાની લૂમ ફોડતા હોય હરીશ ભાઈ સુરતીએ તેઓને અહીંયા ફટાકડા ફોડવાથી CNG વાહનો સળગી ઊઠે તેમ છે એવું જણાવતા જ મામલો તંગ બન્યો હતો.
બાબરીના વરઘોડામાં સામેલ ૧૦ થી વધુ ઈસમોના ટોળા એ હરીશ ભાઈ સુરતીની વાત થી ઉશ્કેરાઈ જઈ તેઓ સાથે ઝપાઝપી કરી,ઢીકા-પાટુ નો માર મારી હુમલો કરતા તેઓને માથા ના ભાગે ઇજાઓ પહોંચી હતી,તેમજ હરીશ ભાઈ સુરતી ના પરીવાર જનો તેઓને છોડાવવા વચ્ચે પડતા ટોળામાં રહેલા ઈસમોએ પરિવાર ના પણ ત્રણ જેટલા સભ્યો સાથે ગાળો બોલી મારામારી કરતા તમામ ને નાની મોટી ઇજાઓ પહોંચી હતી.
બાબરી ના વરઘોડામાં અચાનક જ મામલો તંગ બનતા નજીક માં રહેલ બી ડિવિઝન પોલીસ મથક ના કર્મીઓ પણ દોડી આવ્યા હતા તેમજ સમગ્ર મામલા અંગે હરીશ ભાઈ સુરતી ની ફરિયાદ લઈ વરઘોડા માં સામેલ ૧૦ થી વધુ ઈસમો સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.