Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : આખલા યુદ્ધે લીમડી ચોક વિસ્તારમાં મચાવી અફરાતફરી, મકાન અને બાઇકને નુકશાન.

Share

ભરૂચ શહેરમાં રખડતા ઢોર અને આખલાઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે, શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા આખલાઓ જ્યારે યુદ્ધે ચઢે છે ત્યારે નુકશાનીના સમાચાર અવારનવાર સામે આવતા રહ્યા છે, ભરૂચ નગરપાલિકાનું તંત્ર કુંભ કરણની નિદ્રામાં હોય તેમ રખડતા આખલાઓને પકડવા અથવા તેને જાહેર માર્ગો ઉપરથી દુર કરવામાં સદંતર નિષ્ફળ નીવડ્યું છે, ભૂતકાળમાં આખલાઓના આતંકના કારણે લોકોએ જીવ ગુમાવવા સાથે ઇજાગ્રસ્ત પણ થયા છે, તેવામાં આ પ્રકારે રખડતા આખલાઓ ભરૂચમાંથી આખરે ક્યારે દૂર થશે તેવી ચર્ચાઓએ વધુ એકવાર જોર પડકયું છે.

ભરૂચના લીમડી ચોક વિસ્તારમાં બે આખલાઓ જાહેર માર્ગ પર જ યુદ્ધે ચઢતા એક સમયે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, આખલાઓના યુદ્ધના કારણે નજીકમાં રહેલ એક ઝુંપડા અને રસ્તા પરથી પસાર થતા એક મોટરસાયકલ સવાર યુવકને અડફેટે લેતા એક સમયે લોકોના જીવ તાળવે ચોટયા હતા, જોકે મહા મહેનતે સ્થાનિકોએ આખલાઓને છૂટાં પાડતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, જ્યારે સ્થાનિક નગર સેવકને ઘટના અંગેની જાણ થતાં તેઓએ દોડી આવી પાલિકાની આખલાઓ પકડવાની કામગીરીમાં ઢીલાશ સામે વિરોધ નોંધાવ્યો હતો.

હારુન પટેલ : ભરૂચ

Advertisement

Share

Related posts

હવે ઝાડું ની જગ્યા એ મશીનો આવી ગયા છૅ, આપ બધા સમજી ગયા હશો,ભરૂચ ભાજપ ના ઉમેદવાર મનસુખ વસાવા નું નિવેદન ચર્ચામાં

ProudOfGujarat

ભરૂચમાં અગ્નિ તાંડવ : જિલ્લામાં આગ લાગવાની એક બાદ એક અનેક ઘટના સામે આવી

ProudOfGujarat

ભરૂચમાં મકાન માલિકો સામે પોલીસ કાર્યવાહી, જો તમે મકાન ભાડે આપ્યું છે કોઈને તો આટલુ જરૂર ધ્યાન રાખજો બાકી ગયા પોલીસ સ્ટેશને સમજો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!