Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભોલાવનાં રેસ્ટ હાઉસ ખાતે ભરૂચ અને નર્મદા જિલ્લાની બેઠક યોજાઇ.

Share

સમગ્ર દેશમાં નોંધનીય કાર્ય ઉભું કરનાર સંસ્થા સહકાર ભારતીના ગુજરાત વિભાગમાં સદસ્યતા અભિયાનની શરૂઆત થતા તે અંગે ભરૂચ અને નર્મદા જિલ્લા સહકાર ભરતીની બેઠક ભોલાવના રેસ્ટ હાઉસ ખાતે મળી હતી. જેમાં જિલ્લાના સંગઠનની રચના કરવામાં આવી હતી.

સહકાર ભરતી ગુજરાતના સંગઠન મંત્રી જીવનભાઈ ગોલેની અધ્યક્ષતામાં ભોલાવ સર્કિટ હાઉસ ખાતે મળી હતી. મિટિંગમાં સહકાર ભારતીના પ્રદેશના પ્રચાર પ્રસાર પ્રમુખ સુરેશભાઈ આહીર તથા જિલ્લાના સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પ્રદેશ સંગઠન મંત્રી જીવનભાઈ ગોલે એ સહકાર ભારતીના કાર્ય અને તેનાથી સહકારી ક્ષેત્રે આવેલા પરિવર્તન ઉપર પ્રકાશ પાડી વધુમાં વધુ સંસ્થા અને વ્યક્તિઓ સહકાર ભારતી સાથે જોડાય તેવી અપીલ કરી હતી.

Advertisement

સહકારના માધ્યમથી ગામડામાં બેસેલા કિસાનોની આવક વધારવા સહકાર ભારતી જિલ્લા પંચાયત બેઠક દીઠ વિશેષ માર્ગ દર્શન કાર્યક્રમો કરશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. બેઠકમાં સહકાર ભારતીના જિલ્લા સંગઠનની રચના કરવામાં આવી હતી. જેમાં જિલ્લા પ્રમુખ તરીકે એન.જે.પટેલ અને ભરૂચ શહેર પ્રમુખ તરીકે આર.આર.પઢીયારની પુન: નિયુક્તિ કરાઈ હતી.


Share

Related posts

સ્ક્રેપ અંગે લાંચ લેતા ઈન્સ્પેક્ટરની તપાસમાં વધુ ભેદભરમ ખુલે તેવી સંભાવના…

ProudOfGujarat

ડેડીયાપાડા ગામમાં આદિવાસી મહિલાના મુદ્દે તોડફોડ કરનાર BTTS ના કાર્યકર્તાઓ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ.

ProudOfGujarat

રાજપીપળાથી રામગઢ જતા માર્ગનો નાળા સાથેનો રસ્તો તૂટી જતા ભ્રષ્ટાચારની બુમ ભૂતકાળમાં રાજપીપળાથી રામગઢ જવા માટે બનેલા પુલનો પીલ્લર પણ બેસી હતા તેની મરામત કરાઈ હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!