ભરૂચ નગરપાલિકાની હદ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર ૧૦ વિસ્તારમાં ફાટાતળાવથી છીપવાડ ચોક સુધીનો માર્ગ વાહન ચાલકો માટે અકસ્માત જોન બનતો હોય તેમ લાગી રહ્યું છે, જ્યાં ખુલ્લી ગટરોના કારણે વાહન ચાલકો તેમાં વાહન સાથે ઉતરી રહ્યા છે, તો ભૂતકાળમાં માણસો પડવાની ઘટના પણ સામે આવી ચૂકી છે.
ફાટાતળાવથી ફુરજા માર્ગ સુધી કરોડોના ખર્ચથી વર્ષો પહેલા મંજુર થયેલા માર્ગની મંદ ગતિની કામગીરીના કારણે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહત્વનું છે કે ચોમાસામાં આ વિસ્તારોની હાલત બદતર બનતી હોવાના કારણે તંત્ર દ્રારા અહીંયાના રહીશોની સુખ સુવિધાઓને લઈ રસ્તો મંજુર કરી કામગીરી શરૂ કરી હતી પરંતુ કાચબા ગતિએ ચાલતી કામગીરી અને કોન્ટ્રાક્ટરની લાલિયાવાડી વધુ એક ચોમાસું લોકોને મુશ્કેલીઓ સમાન વેઠવું પડે તેવા દર્શન કરાવી રહી છે, ત્યારે આશા રાખીએ કે પાલિકાના ઉચ્ચ અધિકારીઓ આગામી ચોમાસા પહેલા આ રસ્તા ઉપરની કામગીરી પૂર્ણ કરી લોકો માટે સુખ સુવિધાઓ ઉભી કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે.
હારુન પટેલ : ભરૂચ