બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટિમ નર્મદા મૈયા બ્રિજ ઉતરતા શીતલ સર્કલ પાસે વોચમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે મુંબઈ તરફથી આવતી ઇકો કાર નંબર GJ,16,DC-8796 માં પેસેન્જર તરીકે બેસેલ સીરાજ હસનભાઈ કાકાના રહે,બાલા નગર સોસાયટી, જંબુસર નાઓની તલાશી લેતા તેની પાસેથી શંકાસ્પદ ૧૮ જેટલા એપ્પલ કંપનીના અલગ અલગ બ્રાન્ડ મોડલના મોબાઈલ ફોન મળી આવ્યા હતા.
પોલીસે સીરાજ પાસે મોબાઈલ અંગેના આધાર પુરાવા કે બિલ માંગતા તેણે પોલીસને સંતોષકારક જવાબ ન આપતા પોલીસે ચોરી અથવા છળકપટથી મેળવેલ હોવાનુ જણાઈ આવતા પોલીસે ૧૧,૭૦,૦૦૦ ના મુદ્દામાલનો કબ્જો લઈ તેની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
Advertisement
હારુન પટેલ : ભરૂચ