ભરૂચ જિલ્લામાં નવા પોલીસ વડા તરીકે નો ડો.લીના પાટીલે સંભાળ્યા બાદથી જ જાણે કે ગુનેગારી તત્વો જેલના સળિયા ગણતા થયા છે, દારૂ જુગાર જેવી પ્રવૃતિઓ સામે પોલીસ વડાની સતર્કતાથી છેલ્લા ૧૦ દિવસમાં અનેક ગુનેગારો ઝડપાઇ ચુક્યા છે, ત્યારે ક્રાઇમ બ્રાંચના સતત દરોડાઓમાં હજુ પણ ગેરકાયદે પ્રવૃતિ કરતા ગુનેગારો ઝડપાઇ રહ્યા છે.
ભરૂચ જિલ્લામાં ક્રાઇમ બ્રાંચે પાલેજ અને પાનોલી ખાતે પાડેલા આંક ફરક અને વરલી મટકા જુગાર પરના દરોડામાં હજારોના મુદ્દામાલ સાથે ૩ ઈસમો ઝડપાયા છે, તો મામલે અન્ય બે ઇસમોને પોલીસે વૉન્ટેડ જાહેર કર્યા છે.
પાનોલી જીઆઇડીસી માં R.S.P.L કંપની પાછળ ખુલ્લી જગ્યામાંથી આંક ફરકના હારજીતનો જુગાર રમતા બે ઈસમો શંકરભાઇ કેશવલાલ પંડ્યા રહે,સંજાલી અને ભાદરિયાભાઈ ઇક્ષીયાભાઈ વસાવા રહે,પાનોલી નાઓને રોકડ રકમ સહિત કુલ ૧૬ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા તેમજ મામલે મીરાબેન મનુભાઈ વસાવા રહે.અંકલેશ્વર નાને મામલે વોન્ટેડ જાહેર કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
તો બીજી તરફ પાલેજ આઝાદ નગરીમાં ખુલ્લી જગ્યામાં મોબાઈલ મારફતે વરલી મટકાનો હારજીત જુગાર રમતા એક ઇસમને કુલ ૧૫,૮૫૦ ના મુદ્દામાલ સાથે ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યો હતો જેમાં ઇકબાલ મહંમદ રાજ રહે,પાલેજ નાને ઝડપી જાવીદ બાપુ ઈસામ બાપુ સૈયદ રહે પાલેજ સહિત અન્ય ચાર જેટલા ગ્રાહકોને મામલે વોન્ટેડ જાહેર કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
હારુન પટેલ : ભરૂચ