હાલ મુસ્લિમ સમાજનો પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે, જેમાં દિવસ દરમિયાન મુસ્લિમ સમાજના લોકો રોઝો રાખી ખુદાની બંદગી કરતા હોય છે, વહેલી મળસ્કે શહેરી કરી શરૂ થતો રોઝો સાંજે સુર્યાસ્ત સુધી એટલે એ ૧૫ કલાક જેટલો સમય સુધી ચાલે છે.
આ માસ દરમિયાન મુસ્લિમ સમાજમાં રોઝા રાખી પાંચ ટાઈમની નમાજ સાથે રાત્રીના વિશેષ તરાવિહની નમાજ અદા કરવામાં આવે છે, તેમજ દિવસ દરમિયાન ખુદાની બંદગી વચ્ચે પ્રસાર કરતા હોય છે, નાના બાળકોથી લઈ મોટા વડીલો સુધી સતત ૧૫ કલાક જળ, અન્નથી દુર રહી સાંજના સમયે ઇફતાર કરી રોઝો છોડતા હોય છે. ભરૂચનાં વેજલપુર પારસીવાડમાં રહેતા મોં.સફફાન મોં.ગુફરાન શેખ ઉંમર-3 વર્ષ 4 મહિના બાળકે આકરી ગરમીમાં એક દિવસનો રોજો મૂકી ખુદાની બંદગીનો સંદેશો આપ્યો હતો.
Advertisement