Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચમાં દહેજ બાયપાસ રોડ પર આવેલ “બિગ બોસ” સ્પામાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ.

Share

દહેજના બાયપાસ રોડ ઉપર આવેલ “બિગ બોસ” સ્પા નામની દુકાનમાંથી દેહ વ્યાપારનો પર્દાફાશ ભરૂચની એ ડિવિઝન પોલીસે કર્યો છે.

ભરૂચ એ ડિવિઝન પોલીસને બાતમી મળેલ કે શ્રવણ ચોકડી પાસે આવેલ અભ્યુદય આર્કેડમાં આવેલ બિગબોસ સ્પાની આડમાં બહારથી છોકરીઓ મંગાવી દેહ વ્યાપાર ચલાવવામાં આવે છે. જે બાતમીના આધારે ડમી ગ્રાહક મોકલી આ જગ્યા પર દેહ વ્યાપાર ચાલતો હોવાનું જાણવા મળતા એ ડિવિઝન પોલીસે બિગબોસ સ્પા ખાતે દરોડો પાડતા દુકાન માલિક રાકેશ મનુભાઈ વાળંદ તથા દેહ વ્યાપાર કરતી 6 યુવતીઓ અને મોબાઈલ નંગ 2 કિં.રૂ.6000, કાઉન્ટર પરથી મળેલ રોકડ રકમ 7500 સાથે કુલ રૂ.13,500 નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીને ઝડપી લઈ યુવતીઓને ક્યાથી? કેવી રીતે બોલાવી દેહવ્યાપાર કરાવવામાં આવતો હોય તે સહિતની વિગતોની શોધખોળ ભરૂચ એ ડિવિઝન પોલીસ ચલાવી રહી છે.

Advertisement

Share

Related posts

ઉમરપાડા તાલુકાના સાબરીયા ગામે અજગરનું રેસ્કયુ કરી જંગલમાં મુક્ત કર્યો

ProudOfGujarat

ઉમરપાડાના ગુલીઉંમર ગામે આંતરરાષ્ટ્રીય યોગ દિન પૂર્વે યોગ દિન ઉજવણી કરાઈ.

ProudOfGujarat

વડોદરા : ચોરપુરા પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સૌજન્ય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!