હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે, ત્યારે ભરૂચ જિલ્લામાં આગ લાગવાની ઘટનાઓમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. ઔધોગિક વસાહતો હોય કે વાહનો છેલ્લા એક માસમાં જિલ્લામાં અનેક સ્થળે આગ લાગવાની ઘટનાઓ પ્રકાશમાં આવી ચૂકી છે, ત્યારે વધુ એક ઘટના ભરૂચના સનરાઇઝ પાર્કની ખુલ્લી જગ્યામાં આગ લાગતાં બે કાર બળીને ખાખ થઈ ગઈ છે.
આજે ભરૂચના સનરાઇઝ પાર્કની ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલ બે કારમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ઘટનાને પગલે લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. નગરપાલિકાના ફાયર વિભાગમાં જાણ કરતાં ફાયર લાશકરો સ્થળ પર દોડી આવ્યાં હતાં અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગની લપેટમાં આવી જતાં બે વાહનો બળીને ખાખ થયાં હતાં. સદનસીબે કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
Advertisement