નેત્રંગ ગ્રા.પંચાયતમાં વિકાસના કામો પ્લાન એસ્ટિમેન્ટ મુજબ નહીં થવાથી વાલીયા એપીએમસીના વા.ચેરમેને લેખિત રજુઆત કરતાં ખળભરાટ મચી જવા પામ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લાના મુખ્ય વેપારી મથક તરીકે નેત્રંગના બજારની ગણના થાય છે. નેત્રંગ તાલુકાભરના તમામ ગ્રા.પંચાયતોમાં સૌથી મોટી નેત્રંગ ગ્રા.પંચાયત છે. ગ્રામજનોને ભૈતિક-માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવા માટે રાજ્ય સરકાર લાખો-કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે. રોડ-રસ્તા, બોર-મોટર જેવા અનેક પ્રકારના વિકાસના કામો ગ્રા.પંચાયતના જવાબદાર સત્તાધીશો કરતાં હોય છે. જેમાં નેત્રંગ તા.પંચાયતના જવાબદાર અધીકારીઓ દરેક વિકાસના કામો માટે પ્લાન-એસ્ટિમેન્ટ તૈયાર કરે છે. તે પ્રમાણે ગ્રા.પંચાયતના સત્તાધીશોએ કામગીરી કરવી પડતી હોય છે. પરંતુ નેત્રંગ ગ્રા.પંચાયતે ચાલુ વષઁમાં તમામ ગ્રાન્ટોમાં જે વિકાસના કામો થયા તે પ્લાન-એસ્ટીમેન્ટ મુજબ થયા નથી. કામોની ગુણવત્તા પણ જળવાય નથી તેવી રજુઆત વાલીયા એપીએમસીના વા.ચેરમેન હાદિઁકસિંહ વાંસદીયા નેત્રંગ ગ્રા.પંચાયત તલાટી.જીલ્લા વિકાસ અધીકારી અને જીલ્લા કલેક્ટરને લેખિત રજુઆત કરતાં ખળભરાટ મચી જવા પામ્યો હતો.