દહેજ બાયપાસ પાસેથી બોગસ પોલિસ બની લોકો પાસે બળજબરી પૂર્વક ખોટી રીતે રૂપિયા પડાવતા શખ્સને ભરૂચની સી ડિવિઝન પોલિસ ઝડપી પાડયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર આ કેસના ફરિયાદી પોતાના મિત્ર સાથે રાત્રિના સમયે એસીબી ચોકડીથી નર્મદા ચોકડી તરફ જતાં દહેજ બાયપાસ રસ્તા પર ઊભા હતા દરમિયાન આરોપી કંદર્પ નરેશ પરમાર પોલિસના વેશમાં ફરિયાદીને બળજબરી પૂર્વક ATM કાર્ડથી રૂપિયા 5000/- ઉપડાવી તેમજ અન્યને આજ રીતે પોલિસ તરીકેની ઓળખાણ આપી રૂપિયા 10000/- લીધેલ હોય આથી આ બનાવની જાણ પોલિસ અધિક્ષક ભરૂચના મદદનીશ પોલિસ અધિક્ષક વિકાસ સુંડા દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે આ બોગસ પોલિસને ગણતરીનાં કલાકોમાં જ રોકડ રકમ 5000/-, મોબાઈલ ફોન કિં.રૂ. 15,000, મોટરસાઇકલ કિં.રૂ.10,000 સાથે ભરૂચ સી ડિવિઝન પોલિસે આરોપીને ઝડપી પાડયો છે. આ કેસમાં આગળની વધુ તપાસ સી ડિવિઝન પોલિસ ચલાવી રહી છે.
Advertisement