બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ બપોર ના સમયે ભરૂચ રેલ્વે સ્ટેશન ના પ્લેટફોર્મ નંબર ૩ ઉપર નવજીવન એક્સપ્રેસ ચાલુ ટ્રેન માંથી ભરૂચ ના ચાંચવેલ ગામ ખાતે રહેતો યુવાન નામે સાજીદ દાઉદ ભાઈ ખલીફા પ્લેટફોર્મ તરફ ના ભાગે કૂદી જતા તેને શરીર ના ભાગે ઈજાઓ પહોચતા તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો…….
Advertisement
વધુ માં જાણવા મળ્યા મુજબ નવજીવન એક્સપ્રેસ ટ્રેન ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે સ્ટોપ ન થતા યુવાન કૂદી પડ્યો હોવાનું અનુમાન હાલ લગાવવા માં આવી રહ્યું છે…જોકે બનાવ અંગેની ભરૂચ રેલ્વે પોલીસે વધુ તપાસ હાથધરી છે……….