નેત્રંગના મુંગજ ગામે બે રાહદારી ઉપર કપીરાજે હુમલો કરતા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામા આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા મુંગજ ગામે બે રાહદારીઓ ઉપર તોફાને ચડેલા કપીરાજે હુમલો કરી ઇજાગ્રસ્ત કયૉ હતા. ઘટનાની સરપંચ રણછોડ વસાવાએ નેત્રંગ વનવિભાગને કરતાં આર.એફ.ઓ સરફરાજ ઘાંચી એ તાત્કાલીક પાંજરૂ ગોઠવી કપિરાજનું રેસ્ક્યુ કરવાની તજવીજ હાથધરી હતી. થોડા સમય બાદ અચાનક કપીરાજ વધુ ઉશ્કેરાતા ત્યાંથી પસાર થતા રાહદારીઓ ઉપર હુમલો કરવા માંડ્યો હતો. જેમાં મોટરસાઇકલ લઈ પસાર થતાં ઘાંણીખુટ ગામના ગોવિંદ વસાવા ઉપર હુમલો કરતાં સારવાર અર્થે નેત્રંગ બાદ રાજપીપળા સિવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જેમાં ગ્રામજનો કપીરાજનો શિકાર નહીં બને તે માટે વનવિભાગે ઇમરજન્સી રેસ્ક્યુ ટીમને બોલાવવી પડી હતી. કાંડીપાડા રેન્જના સુટર સ્પેયાલિસ્ટ આર.એસ ગોહિલને બોલાવવી ટેકનિકલ બાબતોને ધ્યાનમાં રાખીને કપિરાજને બેહોશ કરી પાંજરે પુરી નેત્રંગ વનવિભાગની કચેરીએ લાવવામાં આવતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.