Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ ગરીબ અને વિધવા બહેનોને જીવનજરૂરી વસ્તુઓ અર્પણ કરાઈ.

Share

ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ તેમજ ગ્લેનમાર્ક કંપની અંકલેશ્વરના સૌજન્યથી ભરૂચ શહેરની વિવિધ વિસ્તારમાં ગરીબ અને વિધવા બહેનોને જીવન જરૂરિયાતની વસ્તુઓની કિટના વિતરણનો કાર્યક્રમ પાંચબત્તી મિલેનિયમ માર્કેટ ખાતે યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ભરૂચ શહેરના અલગ-અલગ વિસ્તારમાં રહેતી ગરીબ, શ્રમજીવી તેમજ વિધવા ૨૦૦ જેટલી બહેનોને જીવન જરૂરિયાતની કીટ ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તેમજ ગ્લેનમાર્કના સૌજન્યથી આપવામાં આવી હતી. જેમા ગ્લેનમાર્ક કંપનીના એચ.આર. હેડ પ્રવીણ ઠાકોર, પ્લાન્ટ હેડ મહેશ ગજ્જર, વિજયભાઈ વઘાસિયા, નીલમ પટેલ તેમજ ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ પરેશ મેવાડા, માવજીભાઈ રાઠોડ, વૈશાલીબેન ચંદેલ, રમેશ સોલંકી, મનોજભાઈ ચંદેલ, ગણેશ મકવાણા, અમિતા રાણા વગેરે કાર્યકરોએ હાજર રહી પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો.

Advertisement

Share

Related posts

રાજકોટમાં આરટીઓ કચેરીમાં આગ લાગતા લાખોનું નુકશાન, મોટી જાનહાની ટળી.

ProudOfGujarat

જેતપુરમાં ખેડુત સમાજ દ્વારા દેશ વ્યાપી ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં ખેડૂતો દ્વારા માર્કેટિંગ યાર્ડ રોડ પર શાકભાજી અને દૂધ રસ્તા પર ઢોળીને વિરોધ કર્યો હતો……

ProudOfGujarat

રાજપીપળા : શ્રીમતિ સુરજબા રત્નસિંહજી મહિડા કન્યા વિનય મંદિર શાળામાં ૭૪ માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!