ભરૂચમાં આજે હનુમાન જયંતી નિમિત્તે ભરૂચના રોકડિયા હનુમાન તેમજ પંચમુખી હનુમાનજીના મંદિરે મહા આરતી, પૂજા, ભંડારા સહિતના આયોજનો હાથ ધરવામાં આવ્યા છે.
ભરૂચમાં હનુમાન જયંતિ નિમિત્તે રોકડીયા હનુમાનજીના મંદિરે 11,111 હનુમાન દાદાને ફળોનો ભોગ ધરવામાં આવ્યો હતો. આ મંદિરે 11111 ના ભોગના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. સાંજે મહાઆરતી સહિતના આયોજનો રોકડીયા હનુમાન મંદિરે થશે.
તેમજ ભરૂચના કાળા રામજી મંદિરે પંચમુખી હનુમાનજીનું અતિ પૌરાણિક મંદિર આવેલું છે લોક માન્યતા અનુસાર આ મંદિર ૪૦૦ વર્ષ પુરાણું છે તેમ કહેવાય છે. આ મંદિરના પુજારી જણાવે છે કે પંચમુખી હનુમાનજીની મૂર્તિ ૪૦૦ વર્ષ પુરાણી છે. અતિપ્રાચીન એવું આ મંદિર છે જ્યાં હનુમાન જયંતિ નિમિત્તે ભકતોની ભારે ભીડ જોવા મળે છે. સવારથી સાંજ સુધી આજે અહીં ભક્તોની કતારો લાગશે. ચુનારવાડ વિસ્તારમાં આવેલા મંદિરમાં સાંજે સાત વાગ્યે મહાઆરતી, ભંડારા સહિતના આયોજનો હાથ ધરવામાં આવ્યા છે. ઉપરાંત વધુમાં આ મંદિરના પુજારી જણાવે છે કે આ મંદિર ઐતિહાસિક નજારા સમાન પૌરાણિક મંદિર છે. આ મંદિરનો સરકાર દ્વારા જીર્ણોધ્ધાર કરવામાં આવે તો અહીંના દર્શનાર્થીઓને સરળતા રહે, અત્યંત પૌરાણિક કહેવાતું મંદિર છે. કાળા રામજી મંદિરમાં બિરાજમાન પંચમુખી હનુમાનની મૂર્તિ પણ અત્યંત પુરાણી હોય આ મંદિરનો જીર્ણોધ્ધાર કરવાની અત્યંત આવશ્યક્તાની સરકાર સમક્ષ માંગ કરેલ છે.
ભરૂચમાં હનુમાન જયંતિ નિમિત્તે રોકડિયા હનુમાન તેમજ પંચમુખી હનુમાનજીના મંદિરે વિવિધ કાર્યક્રમો યોજાયા.
Advertisement