હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે, ત્યારે ભરૂચ જિલ્લામાં આગ લાગવાની ઘટનાઓમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે, ઔધોગિક વસાહતો હોય કે વાહનો છેલ્લા એક માસ જિલ્લામાં અનેક સ્થળે આગ લાગવાની ઘટનાઓ પ્રકાશમાં આવી ચૂકી છે, ત્યારે વધુ એક ઘટના સરદાર બ્રિજ ઉપરથી સામે આવી હતી.
ભરૂચ, અંકલેશ્વરને જોડતા નર્મદા નદી પરના સરદાર બ્રિજ ઉપર રાત્રીના સમયે એક ચાલુ ડમ્પરની કેબીનના ભાગે અચાનક આગ ભભૂકી ઉઠતા એક સમયે ભારે નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા, જોકે ઘટના અંગેની જાણ ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના લાશકરોએ તાબડતોબ સ્થળ પર દોડી જઇ આગ પર પાણીનો મારો ચલાવી તેને કાબુમાં લીધી હતી, જોકે સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની ન થતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ અનુભવ્યો હતો, ડમ્પરમાં આગ લાગ્યાનું પ્રાથમિક તારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
Advertisement
હારૂન પટેલ : ભરુચ