તારીખ 14 એપ્રિલના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે ચિંતન પંડ્યા નામના ઇસમે સોશિયલ મીડિયા ફેસબુક એકાઉન્ટ પર ડોક્ટર ભીમ રાવ આંબેડક સાહેબ વિશે અભદ્ર ટિપ્પણી કરતા કાયદેસરની કાર્યવાહી કરવા ભરૂચના રાજેશ ખુમાણ અને અંકલેશ્વરનાં હરેશ છગનભાઈ પરમારએ પીઆઇ સમક્ષ માંગ કરી છે.
ગઈકાલે ૧૪ એપ્રિલના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ૧૩૧ મી જન્મ જયંતી હોય જે નિમિત્તે સોશિયલ મીડિયામાં બાબાસાહેબના ચાહકો દ્વારા વિવિધ પોસ્ટ મૂકી આનંદની લાગણી વ્યક્ત કરવામાં આવ્યો હતો પરંતુ ફેસબુક પર ગઇકાલે ચિંતન પંડ્યા નામના શખ્સે ડોક્ટર ભીમ રાવ આંબેડકર વિશે અભદ્ર ટિપ્પણી કરતી પોસ્ટ મૂકી તેમજ અનુસૂચિત જાતિને બંધારણમાં સમાવેશ કરાયો છે તે માટે પણ અભદ્ર વાણી વિલાસ આચરવામાં આવ્યો હોય આ સમગ્ર ઘટનાને અનુસૂચિત જાતિ દ્વારા સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવેલ છે. આ પ્રકારની ટીકા ટિપ્પણી કરી અનુસૂચિત જાતિને બદનામ કરવાનો ઇરાદો હોય જે પોસ્ટથી બાબાસાહેબ આંબેડકરનું અપમાન થયેલ હોય આથી આરોપી ચિંતન પંડ્યાની તાત્કાલિક ધરપકડ કરી એટ્રોસિટી એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવા સમક્ષ માંગ કરવામાં આવેલ છે.