ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે ક્ષત્રિય સમાજ પરિવારના સમૂહ જવારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 26 પરીવારના જવારાની શાસ્ત્રોકત વિધિપૂર્વક ગામના બ્રાહ્મણો દ્વારા કરવામાં આવી હતી. ક્ષત્રિય પરિવારના સમૂહ જવારામા મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.
જૂના તવરા ક્ષત્રિય સમાજ દ્વારા સમુહ જવારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 26 પરિવારના જવારાની સ્થાપના કરવામાં આવી હતી. જૂના તવરા ગામે આવેલ ચિંતનાથ મહાદેવ મંદિરે 10 એપ્રિલના રોજ માતાજીના જવારાની સ્થાપના કરવામાં આવી હતી તથા ૧૪ એપ્રિલના રોજ માતાજીની ગ્રહશાંતિ બપોરે 2 કલાકે શ્રીફળ હવન સાંજે 4 કલાકે માતાજીને ઘરે સાજે 5 વાગ્યે લવાયા હતા અને સાંજે ૬ વાગ્યે મહાપ્રસાદ આને રાત્રે રાસ-ગરબા સહિતના કાર્યક્રમો યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં જુના તવરા ગામના સમસ્ત ગ્રામજનો અન્ય સમાજના લોકો પણ આ ઉત્સવમાં જોડાઈ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
૧૪ એપ્રિલના રોજ સાંજે પાંચ વાગ્યે માતાજીની શોભાયાત્રા ચિંતનાથ મહાદેવ મંદિરથી નીકળી વડવાળા મેદાને શોભાયાત્રા પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો તથા આમંત્રિત મહેમાનો શોભાયાત્રામાં જોડાયા હતા. ડી.જે ના તાલ સાથે ભક્તિમય ગીતોના સથવારે નીકળેલી શોભાયાત્રા ગામ લોકો ઝુમી ઉઠ્યા હતા. ભક્તિમય માહોલમાં શ્રદ્ધા ભેર માતાજીના જવારા પોતાના ઘરે લઇ ગયા બાદ 15 એપ્રિલના રોજ નર્મદા નદીમાં સામૂહિક રીતે વિસર્જન કરવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન સમગ્ર ગામમાં પાંચ દિવસ દરમિયાન ભકિતમય વાતાવરણ સર્જાઈ ગયું હતું.
ભરૂચના જૂના તવરા ગામે ક્ષત્રિય સમાજનો સમૂહ જવારાનું પૂજન કરાયું.
Advertisement