પેટ્રોલ ડીઝલ તેમજ જીવન જરૂરિયાતની તમામ પ્રકારની ચીજવસ્તુઓમાં ભાવ વધારો થયો છે. ચારધામની યાત્રા કરવી પણ હવે સામાન્ય પ્રજાને મોંઘી પડશે તેવું પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા પરથી જાણવા મળે છે. ચારધામની યાત્રામાં પણ સતત ભાવ વધારો ઝીંકાયો છે.
છેલ્લા બે વર્ષથી કોરોનાની પરિસ્થિતિને કારણે ચારધામની યાત્રાઓ બંધ હતી. છેલ્લા બે વર્ષ બાદ આ વર્ષે ચારધામની યાત્રા કરવા યાત્રાળુઓ ઈચ્છા દર્શાવી રહ્યા છે તેવા સંજોગોમાં પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો ઝીંકાયો છે તેમજ શાકભાજીના ભાવ પણ આસમાને ગયા છે ત્યારે ચારધામની યાત્રા મોંઘી થઈ છે. ચારધામની યાત્રા વિશે અહીંના સ્થાનિક રહીશો જણાવે છે કે છેલ્લા બે વર્ષથી ચારધામની યાત્રા બંધ હાલતમાં હોય અહીં કોઈ યાત્રાળુઓ આવતા નહોતા જેના કારણે અમારી આર્થિક પરિસ્થિતિ પર મોટી અસર પડી છે અહીંની મોટાભાગની હોટલોને પણ આર્થિક સંકટ બતાવતું હોય તેવા સંજોગોમાં મોટાભાગની હોટલો ઉદ્યોગપતિઓએ ભાડા પેટે ઉચ્ચક આપી દીધેલી છે જેથી પહેલાના સમયમાં જે રૂમનું ભાડું 1500 રૂપિયા હતું તેનું ભાડું આજના સંજોગોમાં રૂપિયા 5,000 લેવામાં આવશે તેમજ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને કારણે ટ્રાન્સપોર્ટ પણ મોંઘું થયું છે ઉપરાંત શાકભાજી અને લીંબુના ભાવમાં નોંધપાત્ર વધારો ઝીંકાયો છે જેના કારણે સલાડમાં દસ રૂપિયા ચૂકવવા પડશે, ચારધામની યાત્રા પર આવનાર તમામ યાત્રાળુઓનું બજેટ ખોરવાઈ જાય તેવો સ્પષ્ટ ચિતાર હાલના સંજોગોમાં ઉપરાંત સરકાર દ્વારા ચારધામની યાત્રા પર આવનાર તમામ યાત્રાળુઓ માટે રોડ રસ્તાના રીપેરીંગ કામ અને સુવિધાઓની તૈયારીઓમાં પણ વધુ પડતો ભાર આપ્યો છે સ્થાનિક લોકોએ હોટલ અને ઉદ્યોગપતિઓને આપી દેતા કલરકામ સજાવટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે
તેમજ યાત્રાને ધ્યાનમાં રાખીને ભારતના ઉદ્યોગપતિઓ અને ત્રણ મહિનાનું અગાઉથી બુકીંગ કરાવી દીધું હોય જેના કારણે સામાન્ય પરિવારના સભ્યો દ્વારા પાછળથી બુકિંગ કરાવવામાં આવે તો તમામ યાત્રાઓ મોંઘી સાબિત થશે તેવું અહીંના સ્થાનિકોએ મીડિયા સમક્ષ આપેલા અહેવાલમાં જણાવ્યું છે.
પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની સીધી અસર ચારધામ યાત્રા પર હાવી થશે.
Advertisement